________________
પુસ્તક ૧-લું
૮૧ કાયિક શિક્ષણ દ્વારા એ જ ગુન્હાથી રોકી શકાય છે. તેવી રીતે જ્યાં સુધી છે તેવી જ્ઞાનદશા મેળવે નહિ કે મેળવવાને લાયક થાય નહિ, ત્યાં સુધી ગુન્હાના દુષ્ટપણને સ્વભાવથી સમજી શકે જ નહિ. વળી સમજણના સંયોગે પણ ગુન્હાથી થતી સજા ભયંકર છે, એમ જાણ્યા છતાં લાગણીવશ થયેલા મનુષ્ય જ્યારે ગુન્હાથી દૂર રહેવાને માટે શક્તિમાન થતા નથી, ત્યારે તે વખતે સજાને ભય જ તેવાઓને ગુહાની ઉત્પત્તિથી બચાવી શકે છે. સર્વ મનુષે સમજણવાળા અને તેવી લાગણીને દબાવવાવાળા હોય જ નહિ અને તેથી સમજણવાળા કે અસમજણવાળા બધાને માટે કાયિક દમનવાળી સજા ગુન્હાને રોકવા માટે નિયત કરવી જરૂરી જ છે.
ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જગતને ઘણે નાને ભાગ જ્ઞાનવાળો હોય છે અને ઘણે મોટે ભાગે તે માત્ર અજ્ઞાની કે સામાન્ય સમજણવાળો જ હોય છે. માટે મોટાભાગના બચાવને માટે કાયિક દમનવાળી શિક્ષાજ ગુન્હાઓની ઉત્પત્તિને રોકવા માટે જરૂરી છે. વળી જેઓ સારી સમજણવાળા છે અને ગુન્હાની દુષ્ટતા સમજી શિક્ષાના ભય વિના પણ ગુન્હાથી દૂર રહેવાવાળા છે, તેઓને અંગે ગુન્હાઓને અંગે કાયિકદમનવાળી સજા શરૂ થાય, તેમાં કઈ જાતનું નુકસાન નથી, અર્થાત્ અણસમજવાળાઓ ગુન્હાઓ કરતાં અટકે અને સમજણવાળાને કઈ જાતનું નુકસાન ન હોય તે પછી તે ગુન્હાની ઉત્પત્તિ રોકવા માટે કાયિક દમન શરૂ થાય તેમાં કેઈપણ પ્રકારે અહિત કાર્ય થયું કહેવાય નહિ.
ધ્યાન રાખવાની જરૂર છે કે જેઓ દેની દુષ્ટતા સમજ્યા છે, અને તે દેને પ્રતિકાર ન કરવાથી આ ભવ અને ભવાંતરમાં અનર્થની પરંપરા થાય છે એમ જાણે અને માને છે, તેવી સમજણવાળા મનુષ્યોને પણ દોષોની દુષ્ટતા નિવારવા તથા દેની ઉત્પત્તિને રિકવા માટે કાયિક દમનની જરૂર પડે છે.
જેમકે આત્મીય દોષના નિવારણ માટે તથા થએલા દેના અપરાધને નિવારવા માટે વાચિક આલેચન અને પ્રતિક્રમણ એ બે પૃથક પૃથક પ્રાયશ્ચિત્ત કર્યા છતાં શુદ્ધિ ન થાય તેવામાં તે બન્ને શિક્ષાઓ એટલે પ્રાયશ્ચિત્ત અર્થાત્ આલેચન અને પ્રતિક્રમણ એને