________________
-
૭૨
આગમત કાયિકશિક્ષાના આધારે જાતિની ઉત્પત્તિ : - જો કે આગળ જણાવ્યા પ્રમાણે શ્રી વિમલવાહન જે પ્રથમ કુલકર હતા. તેઓના કાલથી જ શિક્ષણીય અને શિક્ષક એવા બે વિભાગ તે થયેલા જ હતા. પણ તે શિક્ષા માત્ર વાચિક હોવાને લીધે શિક્ષકને પોતાના સમુદાયની જરૂર હતી. અને એક વખતે એકજ કુલકર થતા હતા. તેથી જાતિભેદને અવકાશ હેતે, પણ ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યાભિષેકના કાલથી કાયિક શિક્ષા અમલમાં મેલવાને વખત આવ્યે તેથી બીજી જાતિની ઉત્પત્તિ થઈ એમ માનવું પડ્યું.
નિર્યુક્તિકાર મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે રજનુષ્પી તો ક્યા ઉસમે અર્થાતુ ભગવાન શ્રી ઋષભદેવજીની રાજ્યની ઉત્પત્તિથી ભગવાન શ્રી ઋષભદેવજીના હાથે બે જાતિ થઈ
ટુંકા શબ્દોમાં એમ કહી શકીએ કે એક રાજ્ય કરનારો વર્ગ અને બીજે તે સિવાયને વર્ગ એમ મનુષ્યજાતના બે વર્ગો થયા. - આ શ્રી નિતિકારના વચનથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે ભગવાન શ્રી ઋષભદેવજીને એકલાને જ રાજ્યાભિષેક થયે એ ખરું પણ એ એકલાને જ અંગે જાતિભેદ મનાયે ન હો; કેમકે એમના એકલાને અંગે જાતિ જુદી પડી એમ કહી શકાય જ નહિ, અર્થાત્ એક રાજા અને શેષ પ્રજાવર્ગ એમ બે ભાગ થઈને જ જાતિભેદ થયે હતે એમ નહિ પણ રાજ્ય કરનારો આખો વર્ગ અને બાકીને બીજે વર્ગ, એ બે પ્રકારના ભેદથી બે જાતિઓ થઈ હતી અને આજ કારણથી શ્રી ચૂર્ણિકાર મહારાજ જાતિભેદના અધિકારમાં જે રાજા એમ શબ્દ ન વાપરતાં ને રાયખાસિયા એમ સ્પષ્ટ શબ્દ વાપરી રાજાને એક તરીકે નહિં ગણતા રાજા અને તેને આશ્રિત રહેલાને જ વગ થઈ જાતિભેદ થયે એમ સપષ્ટપણે જણાવે છે.
જાતિભેદ કરવાની ફરજ પડી છતાં પહેલી કઈ જાતિ થઈ ?
ઉપર જઈ ગયા તે પ્રમાણે જાતિભેદ થવાની આવશ્યકતા થઈ અને તેથી જાતિભેદ કરે પડયે પણ તે પ્રથમ કઈ જાતિ જુદી થઈ? તેને વિચાર કરવાની જરૂર છે.