________________
પુસ્તક ૧-લું
૭૩ અન્ય મતના જણાવવા પ્રમાણે જાતિભેદની શરૂઆત થતાં જે જાતિ પ્રથમ ઉત્પન્ન કરવામાં આવી તે એક બ્રાહ્મણ જાતિ જ હતી. અર્થાત તેઓના કહેવા પ્રમાણે પહેલવહેલા જ્યારે બ્રાહ્મણેને બ્રહ્માએ મહેઢાથી ઉત્પન્ન કર્યા, ત્યારે તેઓનાજ કહેવા પ્રમાણે કેઈ બીજા મનુષ્યો જ નહોતા, અને જ્યારે તે પ્રમાણે પહેલા બ્રાહ્મણે જ ઉત્પન્ન થયા, તે તે પ્રમાણે તે વખતે પણ એક વર્ણનું જ જગત કહેવાય, અર્થાત વાસ્તવિક રીતિએ જાતિભેદ જ બ્રાહ્મણની ઉત્પત્તિથી જ થયે છે, એમ કહી શકાય નહિ, પણ સનાતન ધમીએ તરફથી કહેવાય છે તે પ્રમાણે અને ઉપર જણાવેલ રીતિએ શિક્ષક વર્ગની સ્થાપના કરવાની જરૂર પડી. અને સ્થાપના કરી એમ માનીએ તે પણ વર્ગ અથવા જાતિ કઈ હતી? અથવા હોવી જોઈએ ? એ વિચારીએ.
યાદ રાખવાની જરૂર છે કે જેમ હાલ પણ એકાદ મનુષ્યના અપરાધથી અથવા એકાદ વખતના અપરાધથી કાયદે કરવાનું હેતું નથી અને થતું પણ નથી. તેવી જ રીતે તે વખતે પણ ન બને. પણ વર્તમાનમાં પણ જેમ ઘણુ મનુષ્ય અને ઘણું વખત અપરાધે થાય છે, ત્યારે જ કાયદે કરવાની જરૂર પડે છે, તેમ ભગવાન્ ઋષભદેવજીની વખતે પણ ઘણા મનુષ્ય અને ઘણે સ્થાને અપરાધ કરવા લાગ્યા, અને તે એટલે સુધી કે પ્રજાને સમુદાય પણ તે વચન કંઈપણ નીતિરીતિથી તે અપરાધે રોકી શકાયા નહિ, ત્યારે જ પ્રજાજનને શાસન કરનારની માગણી ભગવાન શ્રી ઋષભદેવજી પાસે કરવી પડી, અને તેને પ્રસંગે જ ભગવાન શ્રી ઋષભદેવજીને રાજ્યાભિષેક થવાને પ્રસંગ આવે.
આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે ભગવાન શ્રી ઋષભદેવને રાજ્યાભિષેક થયે, એટલે તેને જ સમગ્ર પ્રજાના રક્ષણની જવા બદારી ઉઠાવવી જ પડે, અને ભગવાને તે જવાબદારીને અદા કરી, પણ ચાહે તેવી સમર્થ વ્યક્તિ જ્ઞાનવાળી કે બળવાળી હોય પણ તે એકલી વ્યક્તિ અનેક સ્થાને અનેક અપરાધ કરનારી અનેક વ્યક્તિઓને પહોંચી શકે જ નહિં. રાજ્ય શાસન માટે પરિસ્થિતિને સંગ:
વળી ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્ય પહેલાં યુગલીયાઓની