________________
આગમત એવી જ રીતે કર્મને અંગે પણ જ્યારે જીવ મિથ્યાત્વાદિ કે ચારિત્રમેહનીચના કર્મના વિકારોને વેદત હોય છે, ત્યારે તેને તે તે કર્મોથી રોકાતા સમ્યકત્વાદિ ગુણેને અનુભવ થતો નથી, પણ જ્યારે જ્યારે તે મિથ્યાત્વાદિ કર્મોના વિકારે આત્માના શુભ પરિણામ આદિથી તેડી નાખવામાં આવ્યા હોય ત્યારે તે કર્મોના માત્ર પ્રદેશદય હોય, ત્યારેજ અને તે પ્રદેશને વેદનાર જીવના સમ્યક્ત્વઆદિ ગુણે રોકાતા નથી.
આવી રીતે કર્મને ઉદય બે પ્રકારને હવાથી જ શાસ્ત્રકારે જણાવે છે કે જે કમ જેવી રીતે બાંધ્યું હોય તેવી જ રીતે ભેગવાય એ નિયમ નથી. અર્થાત જેમ અન્યત્ર સ્યાદ્વાદષ્ટિએ વિચારણ થાય છે, તેવી રીતે અહીં પણ બાંધેલ કર્મો બાંધ્યા પ્રમાણે ભેળવાય અને ન પણ ભગવાય એ સ્યાદ્વાદ સહેજે સમજાય તેમ છે. કર્મો તપસ્યાથી પણ ક્ષીણ થાય : આજ કારણથી જયારે અન્ય મતવાળા
कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भोक्तव्यं, कृत कर्म शुभाशुभम् ।। १ ।। એમ કહી કરેલા કર્મને ભોગવ્યા સિવાય ક્ષય થવાની ના જ પાડે છે, ત્યારે શ્રી જૈન શાસકારે TM —ાળ મોવવું થિ એમ કહી કરેલા કર્મોને છુટવાની જ માત્ર મનાઈ કરે છે અને સાથે એ પણ સ્પષ્ટપણે જ જણાવે છે કે સત્તા તવ વા ફત્તા એટલે કે જેમ ભેગવવાથી કમરનો ક્ષય થાય છે, તેવી જ રીતે તપસ્યાથી પણ કર્મને લેપ એટલે ક્ષય થાય છે.
ધ્યાન રાખવું કે શુભ પરિણામ અને શારીરિક કાયકલેશ પણ તપ તરીકે જ ગણાય છે. જે એ પ્રમાણે બાંધેલા કર્મોને તપસ્યાથી ક્ષય ન માનવામાં આવે તે કઈને ગુણની પ્રાપ્તિ અને યાવત મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શકે જ નહિ. કેમકે અનાદિથી આ જીવા અજ્ઞાની અને અવિરતિવાળો હોઈ જે તે વખતે પાપના ઉદયવાળે હાય અને તે પાપને ઉદય જે બાંધ્યા પ્રમાણે રસ સાથે જ ભેગવાય તે પછી તેવાને તેવા જ પાપ કર્મ ફરી ફરી બાંધતો જાય અને તેથી પાપકર્મથી હલકો થાય જ નહિં. તે પછી ગુણની પ્રાપ્તિ થાય જ નહિ અર્થાત્ પાપી પાપ પુનઃ પવી એ જ ન્યાય રહે. અને