________________
-
આગમત જેમ જગતમાં નિન્દનીય કાર્ય કરવાથી તે નિન્દનીય કાર્ય કરે નારા પણ શિક્ષા ખમવા માટે તૈયાર હેત નથી, પણ નીતિ તરફ ધ્યાન રાખનારે તેવા અનીતિવાળાને શિક્ષણીય ગણે છે. એવી રીતે વિમલવાહન કુલકરના વખતથી વાચિક શિક્ષણ ચાલતું હતું. પણ ભગવાન શ્રી ઋષભદેવજી ભગવાનના રાજ્યકાલથી તે શિક્ષણીએ જાહેર રીતિએ અભિનયપૂર્વક કબુલ કરેલ શિક્ષકની શિક્ષા કબુલ કરી હતી. અને તેથી જ પ્રથમ જે કે શિક્ષક અને શિક્ષણ એ વર્ગ હતા જ છતાં ત્યાં કાયિક દમનને પ્રચાર ન હોવાથી મદદગારોની કોઈપણ પ્રકારે શિક્ષકને જરૂર ન હતી અને તે શિક્ષકને વર્ગ નહોતો કરે પડ્યો. તેથી જાતિભેદને અવકાશ નહોતો પણ ભાગવાન શ્રી કષભદેવજીના રાજ્યત્વકાળથી તે શિક્ષકવર્ગને કાયિક દમન કરવાનું હોવાથી શિક્ષકવર્ગ તરીકે થવું પડયું અને તેથી ત્યાંથી જાતિ વિભાગ થયે.
અર્થાત્ જગતના જુના ઈતિહાસને જે અકલમંદીથી તપાસવામાં આવશે તે સ્પષ્ટ સમજાશે કે મુખથી બ્રહ્માએ બાહાણેને ઉત્પન્ન કર્યા એ હકીકત કેવળ અસંભવિત અને હસી કાઢવા જેવી લાગશે.
જ્યારે આ ઉપર જણાવ્યા પ્રમાણે શિક્ષક અને શિક્ષણીય તરીકેના બે વિભાગ પ્રજામાં પડે અને તેથી પ્રથમ શિક્ષા કરનારી જાતને જ પ્રાદુર્ભાવ જગતની આદિમાં થાય તે જ સ્વાભાવિક છે. આદિમાં બ્રાહ્મણ જાતિની ઉત્પત્તિ કેમ નહિ?
અન્ય મતવાળાઓ પહેલાં મનુષ્યની એક જ જાતને માને છે. અને પાછળથી જ જાતિને ભેદ થયેલે માને છે. તેમાં પણ પહેલાં બ્રાહ્મણ જાતિની ઉત્પત્તિ માને છે, પણ એટલું વિચારવું જરૂરી છે કે જે બ્રહ્મચર્યને લીધે બ્રાહ્મણવર્ગની ઉત્પત્તિ માનવી હોય તે તે બ્રહ્મચર્યને જે વ્રત તરીકે માનતા હોય તે તે જ્ઞાનમય એવા ધર્મની ઉત્પત્તિ થયા પછી જ થાય અને જ્ઞાનમય ધર્મની ઉત્પત્તિ તે તપશ્ચરણ પછી જ્ઞાનત્પત્તિ જ્યારે થાય ત્યારે જ થઈ શકે. અને તપશ્ચરણની સ્થિતિ તે રાજ્યધર્મની ઉત્પત્તિ થઈ બધી વ્યવસ્થા થયા પછી જ બની શકે.
વળી કદાચ આત્મજ્ઞાનને લીધે બ્રાહ્મણ કહેવા હોય અને તેની