________________
૫૧
પુસ્તક ૧-લું મુખ્યતાઓ અનુસરનારા હોઈ તેને છોડી દઈએ તે વ્યાકરણ વગેરે શાસ્ત્રોના કરનારા સૃષ્ટિ શબ્દને ઘણે ભાગે ક્રિયાના રૂપમાં જ વાપરે છે દ્રવ્યની એટલે કે પૃથ્વી જલ વાયુ અને વનસ્પતિ એ બધાં દ્રની સ્થિતિ માટે જે વિશ્વ, જગત, ભુવન વગેરે શબ્દોને પ્રચાર છે, તેના એક અંશે પણ સૃષ્ટિ શબ્દ મુખ્યતાથી વપરાતું નથી. છતાં કોઈ સ્થાને કદાચ પદ્ધતિને અંગે જગતને માટે સૃષ્ટિ શબ્દ વાપર્યો પણ હોય, તે પણ તેને અંગે કંઇક વિચારની જરૂર છે.
ધ્યાન રાખવું જરૂરી છે કે વિશ્વ, જગત ભુવન આદિને કરેલું નહિ માનનારાઓ પણ સૃષ્ટિને કર્તાએ કરેલી જ હોય એ તરીકે માનવામાં આનાકાની કરી શકે નહિ. અને સૃષ્ટિ, સરજયું એમ માન્યા પછી સરજનાર ન માનો, એ તો પિતાની માની હયાતી ન માનવા જેવું જ થાય. સૃષ્ટિ શબ્દની વ્યુત્પત્તિને વિચાર
અર્થાત્ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ જે જણાવે છે કે નામની વ્યુત્પત્તિ નિયમિત છે, એમ ન માનવું અને તેથી સતઃ - મિસ એ સૂત્રમાં જ ધાતુ સાક્ષાત લીધેલો છતાં તે કમ ધાતુમાંથી જે બનાવાતે એ કેસ શબ્દ લીધે છે.
આ વાતને ધ્યાનમાં રાખીને સુષ્ટિ શબ્દની વ્યુત્પત્તિ અનિયમિત ગણીયે અને સુજ ધાતુથી જ સૃષ્ટિ શબદ થાય છે એમ એકાંતે ન માનીયે તે પછી સૃષ્ટિને કર્તા હોય અથવા ન પણ હોય એમ બેલી શકાય પણ સૃજ ધાતુ ઉપરથી જ સૃષ્ટિ શબ્દ બનાવવામાં આવે તે તેને કર્તા હોય કે ન હોય એવો વિચાર જ ન કરી શકાય. અને તેથી સૃષ્ટિ એટલે સજન, તે સજનાર એટલે બનાવનાર વિના બન્યું એમ કહી શકાય જ નહિ.
વસ્તુ સ્થિતિએ સૃષ્ટિ શબ્દથી વિશ્વ, જગત, ભુવન કે લેક એવા દ્રવ્યવાચક શબ્દના અર્થો સૂચિત થાય તેમ કરવાનું જ નથી. પરંતુ જે બનાવ જગતભરમાં નવા નવા રૂપે બને તેનું નામ સૃષ્ટિ કહેવું એ વ્યાજબી છે. અને તે નવીનતાના બનાવટરૂપ સૃષ્ટિ સર્જનહાર સિવાય ન જ બને એ સ્વાભાવિક જ છે.
આ ઉપરથી એટલું જ ખુલ્લું કરવાનું કે આ નવા નવા બનાવરૂપી સૃષ્ટિના સકતૃત્વ કે અકર્તકત્વમાં વિવાદ કરે નકામો છે અને સાક્ષર મનુષ્ય એ વિવાદ કરે પણ નહિ.