________________
આગમત અર્થાત સૃષ્ટિને જગત તરીકે માની તેને કર્તા કોઈક પરમેશ્વર છે એમ માનનાર ઈશ્વર કર્તકતાવાદી અથવા જેઓ મનુષ્યની ઉત્પત્તિ કોઈ પણ કાલે મનુષ્ય સિવાય બીજા કોઈ તેવા પદાર્થથી કે કઈ પણ નિ સ્થાન સિવાયના મુખ ભુજા આદિ સ્થાનથી થતી નથી, અને થઈ પણ નથી એવું માનનાર સનાતનવાદીઓએ બેમાંથી કઈ પણ હોય, પણ કૃત્રિમવાદીઓને પોતાની જાતિ માત્રથી ઉત્તમતા જણાવવા માટે બનાવટી અને ન માની શકાય અને ઘટી પણ ન શકે એવી મુખ ભુજા આદિથી ઉત્પત્તિ થવા રૂપ જાતિના ભેદથી જાતિ એટલે જન્મ અને તેની રીતિના ભેદથી જાતિભેદ માન્ય અને એવી રીતે કૃત્રિમતાવાદીઓના વંશજોએ પછી તો એ મુખ ભુજા આદિથી જન્મ પામવા રૂપ બ્રાહ્મણ આદિ ભેદ નથી રહ્યો. છતા તે થયેલા બ્રાહ્મણ આદિને જુદી જુદી જાત તરીકે માની તેમાં જન્મેલાને બ્રાહ્મણ આદિ તરીકે માન્યા.
તેથી જાતિભેદની શરૂઆત કરનારે ઉત્પત્તિની રીતિના જુદાપણારૂપ જાતિના ભેદે જાતિભેદ માને. પછી તે કૃત્રિમ જાતિવાદને અનુસરનારા
એ જાતિ એટલે દુનિયામાં ગણાતી જે જ્ઞાતિરૂપ જાતિ છે તેને આધારે જ જાતિભેદ માન્ય. અર્થાત જે જે મનુષ્ય જે જે જ્ઞાતિમાં જ તે તે મનુષ્ય તે તે જ્ઞાતિ એટલે જાતિને ગણાય એમ માન્યું.
એટલે કહેવું જોઈએ કે કપિતપણે મુખ આદિથી જન્મ પામવાની વાત ઉપજાવી કાઢી અને તેને આધારે જ જગતમાં જાતિવાદ ચલાવ્યું, પણ સનાતનવાદીઓ એવી રીતે બ્રહ્માના મુખ આદિથી બ્રાહ્મણે આદિની જાતિઓ ઉત્પન્ન થઈ અને તે થવું તે ૩૫ જાતિથી અથવા તે કલિપત રીતિએ ગણાયેલ જાતિ એટલે જ્ઞાતિથી જાતિવાદને નહિ માનતાં આદિદેવે રક્ષાકર્મ આદિમાં જોડેલા લેકેની જે ઉત્રાદિજાતિઓ કરી અને તેમાં જે પાછળથી વંશ પરંપરાએ જમ્યા તે આદિમાં કર્મથી જાતિવાળા અને પછી પરંપરાએ જાતિ એટલે જન્મ થવાથી જાતિવાળા એમ જાતિભેદ માને છે, અને તે પાછળથી થયો એમ પણ માને છે, એટલે કૃત્રિમવાદીના મતે જન્મથી આદિ ઉત્પત્તિ અને પછી તેમાંની ઉત્પત્તિથી જાતિ થઈ એ માન્યતા મુખ્ય છે. જ્યારે સનાતનવાદીઓના મતે કર્મ એટલે આ રક્ષણ આદિ ક્રિયા અને તેનાથી જ્ઞાતિભેદ થયે, પછી તે જન્મ પામનાર તે