________________
પુસ્તક ૧-લું તે ગોલા, ઘાંચી, મોચી, કાછીયા અને કેળાના સંતાનેને પણ ગાદી ખાલી ન પડી જાય અથવા બીજાના કબજામાં ન જાય એ મુદ્દાને મનમાં ધરીને રાણું સાહેબના પુત્ર તરીકે વસાવી દે છે.
આ હકીકત પણ એ જ જણાવવા પૂરતી છે કે મનુષ્ય જાતિમાં તેવો જન્મથી કંઈ પણ ફરક નથી કે જે જાનવર અને પંખી જાતિમાં જન્મથી જ સ્પષ્ટ ફરક રહે છે. આ વાત સમજનારા મનુષ્ય કબુલ કર્યા વિના રહી શકશે નહિ કે મનુષ્યમાં જન્મથી જાતિને કોઈ પણ ફરક નથી. અસલથી મનુષ્યની એક જાતિ છે
પરંતુ આ ઉપરથી એમ નથી સમજવાનું કે પાછળથી પણ મનુષ્યજાતિમાં સંસ્કારોથી કે સંસકારોવાળા અને સંસ્કાર વિનાના માતાપિતાથી ઉત્પન્ન થવાને લીધે ફરક પડતો નથી. “મનુની એક જાતિ હતી” એનું રહસ્ય
જગતમાં અનુભવથી એક પ્રકારનું પણ જલ આશ્રયભેદે ભેદવાળું થાય છે. એક જાતનાં વૃક્ષો પણ જુદા જુદા વૃક્ષોના સંગે એક જ જાતનાં જાનવરો પણ જુદી જુદી રીતે સંગ પામતાં જુદા જુદા રૂપે થાય છે, તેમ મનુષ્ય જાતિમાં સંસ્કાર યુક્ત અને સંસ્કારહીન માતા પિતાના કારણથી થના પુત્ર જુદા જુદા રૂપમાં જાહેર થાય તેમાં નવાઈ નથી.
પણ આપણે જે અત્યારે વિચાર કરીએ છીએ તે એવા વખતને માટે કે જેમાં અસિ, મવી કે કૃષિ એ ત્રણમાંથી કઈ પણ જાતનાં કર્મો નહાતાં અર્થાત હોતાં જે વખતે ઘેર પાપો, તેમજ હોતાં જે વખતે ધમધરી મહાપુરૂષ, અને હેતે ધર્મના નિર્મળ ધારાને પ્રવાહ, અર્થાત્ ધર્મકર્મથી હીન અવસ્થાવાળા મનુષ્ય જે વખતે સર્વત્ર જગતમાં હતા, તે કાલને ઉદ્દેશીને “મનુષ્યની એક જ જાતિ હતી” આ વાત થાય છે.
આવી રીતે પ્રથમથી મનુષ્યની એક જ જાતિ હતી એમ સર્વને કબુલ છતાં જાતિની વહેંચણ કરવામાં કેટલાક જાતને નામે લોકોને જન્મથી મરણ સુધી તે શું પણ મરી ગયેલા મનુષ્યને નામે સેજ બારમ, માસીયું, શ્રાદ્ધ આદિ અનેક કાવતરાંથી જીવતા રહેલાના જાનને પણ જોખમમાં મેલનારા તરીકે જાણીતી થયેલી બ્રાહ્મણ જાતિ