________________
૫૦
આગમત પિતાની પ્રથમ ઉત્પન્ન થયેલી જાતિ તરીકે બતાવે છે. એટલું જ નહિ પણ સર્વથા અસંભવિત રીતે રહેલી વસ્તુને વદતાં પણ સંકેચ ન કરતાં જણાવે છે કે બ્રહ્માના મુખથી અમે બ્રાહ્મણે થયા છીએ.
નિથી તે બ્રાહ્મણ બ્રાહ્મણને તે શું પરંતુ સર્વ મનુષ્યની ઉત્પત્તિ પ્રત્યક્ષ સિદ્ધ અને યુક્તિથી પણ સંગત છે. છતાં પાડાને ગર્ભવાળા કરવાની જેઓને ટેવ પડી છે, એવા બ્રાહ્મણે પોતાની ઉત્પત્તિ બ્રહ્માના મુખથી મનાવે છે. મુખથી થુંકની માફક ઉચ્છિષ્ટતા ગણવી અને તેથી તે જાતિએ વધારે નાનાદિ કરવાની પદ્ધતિ પિતાના સિદ્ધાંતને પિષણ પમાડવાના ઈરાદે કરી હોય તે તે વાત જુદી છે. પણ તેઓનું જે બ્રહ્માના મુખથી બ્રાહ્મણ, ભુજાથી ક્ષત્રિય, ઉદરથી વૈશ્ય અને પગથી શૂદ્ર ઉત્પન્ન થયા, એવુ જે કથન છે, તે તે કાળજા વિનાના જ કંઈ માની શકે, પણ અક્કલવાળે તે કઈ પણ મનુષ્ય માની શકે જ નહિ
હવે કદાચ એમ કહેવામાં આવે કે બ્રહ્માના મુખથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા વગેરે જે ઉત્પત્તિ વિષયનું કથન છે, તે સાક્ષાત્ શરીરની કે જાતિની ઉત્પત્તિ માટે નથી, પણ અલંકારિક રીતિએ બ્રાહ્મણાદિ જાતિનાં જુદાં જુદાં કાર્યોને અંગે છે. આવા કથનમાં જે કે પાડા ગર્ભવાળા કરવા જે અસંભવ અને વિરોધ નહિ દેખાય, પણ વિચારક પુરૂષે તે જાતિની ઉત્પત્તિની આલંકારિકતા પણ માની શકે તેમ નથી.
એ હકીકત સ્પષ્ટ ત્યારે જ માલમ પડશે કે આપણે મનુષ્ય જાતિમાં અસલથી એકતા હતી તેમાં ભેદ થવાનું શું શું કારણ ઉત્પન્ન થયું? અને તેમાં ક્યા કયા કારણે કેમ કેમ થયાં અને કેમ કેમ થઈ શકે? અને એને આધારે જાતિભેદને ઈતિહાસ વાસ્તવિક કે હાય એ વગેરેની સયુક્તિક તપાસ કરવાની જરૂર છે. સૃષ્ટિ એટલે શું? અને તેનું સર્જન શક્ય શી રીતે?
ધ્યાન રાખવું જરૂરી છે કે લેક જગત એટલે મુખ્યતાએ પૃથ્વીને સષ્ટિ કહે છે. પણ કાવ્ય, કેશ, ન્યાય કે વ્યાકરણને જાણ નારા પંડિતે પૃથ્વીના પર્યાયમાં સૃષ્ટિને સ્થાન આપતા નથી. એટલું જ નહિ પણ સામાન્ય રીતિએ કાવ્યાદિની વાત આલંકારિક રીતિને