________________
આગમત અથવા હતી? તે સહેજે સમજશે અને તે સમજવાથી જ ભગવાન શ્રી ઋષભદેવજીને દુષ્ટ દમન માટે સ્વીકારેલી રાજ્યગાદીને અંગે હાથીઓના સંગ્રહની કેટલી જરૂર હશે? તે સહેજે સમજાશે. ગુન્હેગારની ટેળી કેમ ?
બીજી એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સજજને અને સપુરૂષ નિષ્પાપ હોવાને લીધે ભયની અંદર એકદમ દાખલ થતા નથી. પણ જેઓ કોઈ જાતની ગુન્હેગારીમાં સંડેવાય છે કે તરત તે ગુન્હ કરનારના હૃદયમાં હચમચાટ શરૂ થઈ જાય છે અને તેથી તેઓ એકલ-દોકલ કે સાધનથી રહિત હોય ત્યારે માત્ર તે છુપાવવાના પ્રયત્ન કરે છે, પણ તે ગુન્હેગાર બનેલાની સંખ્યા જ્યારે વધે છે ત્યારે તેઓ બધા ઉપરની સત્તાની શિક્ષાથી બચવા માગતા હોવાને લીધે એકરૂપ થઈ જાય છે અને તેઓની ટેળી જામે છે.
ધ્યાન રાખવું જરૂરી છે કે સમાન ઋદ્ધિવાળા અને સમાન સુખવાળાને પરસ્પર જેટલી અને જેવી મિત્રાચારી થવાને પ્રસંગ આવે અને તે પ્રસંગ જળવાય તેના કરતાં સમાન વ્યસનવાળા અથવા સમાન દુઃખવાળાને જેવી મિત્રાચારીને પ્રસંગ આવે છે, તે ચઢીયાત હોય છે અને પહેલી તકે મિત્રાચારીને પ્રસંગ જળવાય છે.
આ હકીકત હોવાથી ભગવાન શ્રી ઋષભદેવજી મહારાજની વખતે પણ નીતિને ઉલંઘી અન્યાયને રસ્તે જનાર જાનવરની ઘટનામાં જ ઘટાડી શકાય એવા જ એાછા જ હતા કે નહેતા એમ તે કહી શકાય જ નહિ.
જગતના કાયદાની રીતિને સમજનાર મનુષ્ય સારી પેઠે સમજી શકે છે કે જગતમાં જે કોઈ પણ ગુન્હાને અંગે શિક્ષાને પ્રબંધ થાય છે. તે કેઇ એક જ મનુષ્ય કે માત્ર કંઈક જ વખતે કરેલા ગુન્હાને અંગે હેત નથી, પણ જ્યારે તેવી રીતે અનેકાનેક વખત ગુન્હાઓ કરે અથવા અનેક જણ કરે ત્યારે તે ગુન્હાઓની શિક્ષા કરવાને પ્રસંગ આવે છે. તે પછી એમ ચોક્કસ માનવું જ પડશે કે ભગવાન શ્રી કષભદેવજી મહારાજની રાજા તરીકેની નિમણુંક કરવા પહેલાં ઘણે સ્થાને અને ઘણું સમુદાયે નીતિનું ઉલ્લંઘન