________________
૪૫
પુસ્તક ૧-લું દશામાં અન્યની સહકાર અને સહચાર સિવાય ભાગ્યે જ પ્રવર્તાવાવાળા હોય છે. સામૂહિક ગુન્હેગારોને શિક્ષા માટે હાથીને ઉપગ :
સામાન્ય રીતે કોઈના ઢેર આદિની ચેરી કરી કાયિકદમનને લાયક બનનારાની આ સ્થિતિ હોય છે. તે પછી જેઓ સમુદાયની સ્વતંત્ર માલિકી કે સામુદાયિક માલિકીવાળી વસ્તુઓ જમીન પર વિગેરે હોય અને તેની ચોરી કરવાની ધારણા રાખે તે મનુષ્ય સમુદાયરૂપે હોય તે કોઈપણ પ્રકારે અસ્વાભાવિક તે કહી શકાય જ નહિ. જેમ સામુદાયિક ચેરી કે તેવા ગુન્હા કરનાર સમુદાયરૂપે થવું કે રહેવું પડે છે તેમ તેઓને શિક્ષિત કરવા કે પકડવા માટે જેઓને પ્રયત્ન કરવા પડે છે, તેઓને પણ તેવી જ તૈયારી રાખવી પડે છે કે તે સમુદાયે એકઠા થયેલા ગુન્હેગારોને રક્ષકના વાહન જે અશ્વ બળદ આદિ હોય તેને જેમ સહેજે રોકી શકે રંજાડી શકે કે મારી નાખી પણ શકે, તેમ રક્ષકે તેવા સામુદાયિક અને સમુદાયના સામા થતા ગુન્હેગારો માટે તેવા વાહનનો ઉપયોગ કરે જ પડે છે. જે વાહનને સમુદાયરૂપે થયેલ ગુન્હેગાર હોય તે પણ રોકી રંજાડી શકે નહિ તેમ મારી નાખી શકે નહિ એવું વાહન જગતની પહેલી સ્વાભાવિક મેળવી શકાય એવી સ્થિતિને અંગે વિચારીએ તે હાથી સિવાય ભાગ્યે જ મળશે.
આ વાતને બરાબર વિચારવાથી ભગવાન શ્રી ઋષભદેવજીની હાથીના સંગ્રહની શી જરૂર હતી? તે સમજાશે અને સાથે દરેક રાજાઓ લડાઈને અને પોતાના બળનું તેલ કરતાં હાથીની સંખ્યા પ્રથમ નંબરે કેમ મેલે છે? તે પણ સમજાશે.
એ વાત તે કોઈથી નાકબૂલ થાય તેમ જ નથી કે જ્યાં સુધી આ જગતમાં છલ અને કલથી રાક્ષસી રીતિએ લડાઈઓ લડાતી હાઈ દૈવીયુદ્ધો થતા હતા ત્યાં સુધી બળની પરિસીમાં હાથીની સંખ્યા અને તેની કળામાં રહેલી હતી. આપણે સાંભળીએ કે મહારાજા ઉદયને માળવાધિપતિ ચંડપ્રદ્યોતને હરાવ્યું તે હાથીના પરાભવથી જ. પરમાહંત મહારાજા કુમારપાલે પિતાના બનેવી શાકંભરીના શાસકને પણ શાસનમાં લીધે તે પણ ગજશિક્ષાના પ્રભાવે જ.
આવી આવી અનેક ઐતિહાસિક વાતોને જાણવા અને માનવાવાળો મનુષ્ય જયપતાકા ગ્રહણ કરવામાં હાથીની કેટલી ઉપયોગિતા છે?