________________
પુસ્તક ૧-લું
૪૩ જો કે પુણ્યના પરિપાકરૂપ એવી ઈષ્ટ સ્પર્શાદિક વસ્તુઓ ભવિષ્યમાં દુઃખના દરીયા ઉભા કરે એવી પરિણામે વિરસ હોય છે. પણ ભગવાન જિનેશ્વરને આત્મા સ્વાભાવિક રીતે સમ્યકત્વયુક્ત ત્રણ જ્ઞાનવાળે ગર્ભદશાથી હેઈને તેમાં રાચવાનાચવાવાળો ન હોય અને તેથી તે આત્મા કેવલ પૂર્વકાલીન પુને માત્ર અનુભવ જ કરે અને નવા કર્મો કે જે દુઃખના દરીયા ઉભા કરે તેવાં ન બાંધે તેમાં આશ્ચર્ય જ નથી.
આ જ કારણથી ભગવાન જિનેશ્વરો જે કે રાજ્યકુલમાં જ જન્મે છે, રાજ્ય ઋદ્ધિનો અનુભવ કરે છે અને ચારે ગતિમાં રખડાવનારાં કાર્યો કરે છે, છતાં કોઈ પણ કાળે કોઈ શ્રી તીર્થંકર મહારાજ પણે અવતરેલે જીવ તે જ ભવમાં મોક્ષ મેળવ્યા સિવાય રહ્યો નથી. તેનું કારણ માત્ર તે આત્માઓની જ્ઞાનદર્શન સહિત અવસ્થાને લીધે તત્વબુદ્ધિના ધામ તરીકે તે વસ્તુને ન ગણવી તે જ છે.
વસ્તુતાએ ભગવાન શ્રી ઋષભદેવજીએ પ્રજાના રક્ષણ અને પિષણ માટે કરેલા પ્રયત્ન પ્રબલ પુણ્યના ઉદયથી જ છે અને તેમની તે અવસ્થાને લાયક જ છે.
હવે સંગ્રહમાં ઘોડા અને ગાય બળદની માફક હાથીની શી જરૂર છે. તેને પરહિતમાં કેટલા અને કે સંબંધ છે તે વિચારીએ. દુષ્ટસમૂહના દમન માટે હાથીની જરૂર : - ભગવાન શ્રી ઋષભદેવજીએ રાજ્યને અંગે કરેલ હાથીના સંગ્રહની જરૂરીયાતોનો વિચાર કરતા પહેલાં ધ્યાન રાખવાની જરૂર છે કે જેમ વર્તમાન દેશી રાજ્યમાં હાથીઓનો સંગ્રહ માત્ર રાજ્ય સ્થાનની શોભા માટે હોય છે, અથવા સરઘસ કે દશેરાની સવારી કાર્યોમાં જ માત્ર તેની ઉપયોગિતા ગણાય છે. તેમ ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યત્વકાલમાં હાથીઓને તે ઉપયોગ ઘણે ઓછો જ થતું હતું.
જે કે ભગવાન ઋષભદેવજીએ કુંભકારનું શિલ્પ શિખવ્યું, તે વખતે પિતે હાથી ઉપર બેઠેલા હાઈ હાથીના કુંભસ્થળને જ ઉપયોગ પ્રથમ ભાજન બનાવવાના કામમાં કર્યો છે, તે પણ શાસ્ત્રકારોએ અશ્વ અને ગાય બળદની માફક હાથીને પણ સંગ્રહ માનેલો