________________
૪૨
આગમત શકે છે તેટલા પુરતે રાજ્યને ઉદય થયેલ ગણે છે અને તેથી વર્તમાન પત્રમાં દરેક રાજ્યો તિપિતાના રાજ્યના બેકારીના આંકડા આપે છે. પ્રજાનું નૈતિક પિષણ જરૂરી :
આ બધી હકીકત સમજનારો મનુષ્ય સારી પેઠે સમજી શકશે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ રક્ષણનું કાર્ય ઉપાડતાં પિષણનું કાર્ય જરૂર ઉપાડવું જ પડે. આ વાત એથી પણ સહેજે સમજાશે કે અત્યારની યુદ્ધની તૈયારીઓ અને ૧૯૧૪નું ભયંકર યુદ્ધ પ્રગટાવવાનું જે કોઈ કારણ મુખ્ય હોય તે માત્ર વ્યાપાર અને રોજગારની સગવડ છે. જાપાનનું ચીન ઉપર આક્રમણ પણ મુખ્યત્વે વ્યાપારને અને પિતાની પ્રજાને ગેઠવવાને આભારી છે, તે સહેતુકપણે સમજી શકાશે, તે પછી ભગવાનને પ્રજાનું રક્ષણ કરવાને અંગે ઉદ્યોગનું જરૂરી પણું સમજાશે, જ્યારે પોષણ માટે અને ગુન્હેગારોની સંખ્યા ઓછી કરવા માટે ગાય અને બળદ વગેરેની જરૂર પડે તે તેને સંગ્રહ કરે જ પડે.
ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રકાર ગાય અને બળદને સંગ્રહ બીજે નંબરે રાખી અને સંગ્રહ પ્રથમ નંબરે રાખે છે. એનું કારણ એ જ જણાય છે કે પિષણ કરવા વિગેરેની જવાબદારી બચાવના સાધનથી બીજે નંબરે છે, અર્થાત્ જેઓ રક્ષણ કરવામાં કે ગુન્હાઓ અને ગુન્હેગારને ખોળીને સજા કરવામાં અધિકારી થયા ન હોય, તેઓ જે પિષણની વાત કરે કે તેમાં પ્રવૃત્તિ કરે તે તે કઈપણ પ્રકાર એગ્ય છે, એમ ન ગણાય. વિવાહધર્માદિનું નિરૂપણ અનર્થદંડ કેમ નહિ?
આ હકીકત સમજાશે તે અન્ય મનુષ્યને જે વાત અનર્થદંડરૂપ છે, તે જ અધિકારીને લાયક છે, એમ કહેવાય એટલું જ નહિ પણ તેવા અધિકારીઓએ તેવી રીતે રક્ષણ અને પિષણની ફરજ બજાવતાં પુણ્યને ઉદય ભગવાય છે એમ કહેવું પડે અને તેથી જ ભગવાન હરિભદ્રસૂરિજી સ્પષ્ટપણે જણાવે છે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ જે વિવાહધર્મ પ્રવર્તાવ્યું અને શિલ્પાદિનું નિરૂપણ કર્યું તે ભગવાનને ઉત્તમ પુણ્યપરિપાક છે. એટલે જે વસ્તુ બીજાને અનર્થ દંડરૂપે હતી તે જ વસ્તુ ભગવાન શ્રી ઋષભદેવજીને પ્રબલ પુણ્યના પરિપાકરૂપ છે.