________________
ક
આગમત
કારણ કે અનર્થદંડ તરીકે તે ઉપદેશ તે જ જગ્યા પર ગણાય કે જ્યાં ઉપદેશ દેનારની ઉપદેશ જેને દેવાય છે તેને અંગે કાંઈ પણ જવાબદારી ન હોય. પણ જ્યાં ઉપદેશ દેનારની ઉપદેશ જેને દેવાય છે તેને અંગે જવાબદારી હોય ત્યાં એવા ઉપદેશને અનર્થદંડ તરીકે ગણાય નહિ
આ કારણથી શ્રાવકની પ્રથમ અણુવ્રતમાં પાઠ આદિમાં પ્રમાદી પુત્ર વગેરે તથા દાસી-દાસ વગેરેને માટે સાપેક્ષ વધ અને બંધ આદિની જે કર્તવ્યદિશા ઇવનિત કરી છે, તે વ્યાજબી લાગે છે.
સામાન્ય ગૃહસ્થને જેમ પિતાના પુત્રાદિ અને દાસાદિ માટે શિક્ષણ કે ઉદ્યોગની પ્રવૃત્તિ અનર્થદંડરૂપ નથી. તેમ રાજ્યાભિષેકથી રાજ્યગાદી ઉપર આરૂઢ થયેલ ભગવાન ઋષભદેવજીને પોતાના શરણે આવેલી પ્રજાના રક્ષણને માટે તેવા ઉદ્યોગના વિચાર કરવા પડે, અને તેની સગવડ કરવી પડે, તે છે કે સાવધરૂપ હોય છતાં પણ અનર્થદંડ તરીકે તે કહી શકાય નહિ.
આ વાત એ ઉપરથી પણ સમજાશે કે હલ-હથીયાર આદિ આપવારૂપ હિંસાપ્રદાનના વિષયમાં પણ શાસ્ત્રકારે જ્યાં દાક્ષિણ્યતા વગેરેને સંબંધ ન હેાય ત્યાં હલ-હથીયારનું આપવું તે અનર્થદંડ છે, એમ જણાવે છે. આ બધી વાત વિચારનારો મનુષ્ય સ્વપ્નને પણ એમ નહિ ધારી શકે કે ભગવાન ઋષભદેવજી મહારાજે ઉદ્યોગના કરેલા વિચારો કે ઉદ્યમ અનર્થદંડરૂપ છે. અને આ વાત સમજ. નાર મનુષ્ય જ ગાય અને બળદને સંગ્રહ અને તે દ્વારા ઉદ્યોગની ચિંતા અને પ્રવૃત્તિ તે શું? પણ ખુદ કર્મ અને શિલ્પને ઉપદેશ અને પ્રવૃત્તિ ભગવાને પ્રજાના હિતને માટે કરાવી, એમ જે શાસ્ત્રકારે સ્થાને સ્થાને જણાવે છે, તે વ્યાજબી જ છે એમ માનશે.
આ બધી હકીક્ત વિચારતાં સ્પષ્ટ થશે કે દક્ષિણ દિશાના લેકાર્ધનું આધિપત્ય ધરાવવા સાથે રક્ષા કરવામાં કટિબદ્ધ એવા ઈન્દ્ર મહારાજને ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક કરવાની જે જરૂર પડી, તે પણ આ કારણને લીધે જ હતી. ભગવાન શ્રી ઋષભદેવજીને પણ રાજ્યગાદીને અંગે પ્રજાના રક્ષણની ફરજ બજાવવાની હતી. એ વાત જ્યારે બરાબર રીતિએ લક્ષ્યમાં લઈએ તે જરૂર સમજાશે કે પ્રજાના રક્ષણની ફરજ ત્યારે જ અદા કરી શકાય