________________
૨૫
પુસ્તક ૧-લું કેવળજ્ઞાન થયા પછી પણ પુષ્યને વિશિષ્ટ પ્રભાવ:
આ વાત ધ્યાનમાં લેતાં સ્પષ્ટ સમજાશે કે–તીર્થકર મહારાજાઓ વીતરાગપાછું મેળવી સર્વજ્ઞદશાને પામે છે. ત્યારે પણ દેવતાઓ ભગવાન તીર્થકરને પ્રકૃષ્ટ શાતા વેદનીયના ઉદયમાં સાધનરૂપ અશેક વૃક્ષાદિ હંમેશાં હાજર રાખે છે એકલા દેવતાઓ તીર્થકર મહારાજના શાતવેદનીયના સાધને હાજર રાખે છે. એટલું જ નહિ પણ તે તીર્થંકર મહારાજના પ્રબળ પુણ્યાનુંધી પુણ્યના પ્રતાપે કુદરત પણ લોકોને તીર્થંકર મહારાજના મહિમાને દાખવવા ઘણું જ અનુકૂળતા કરી આપે છે. તેથી તીર્થંકર મહારાજ જ્યાં જયાં વિચર ત્યાં ત્યાં મરકી–ઉપદ્રવ વગેરે ન હોય, તીડ આદિની ઈતિએ પણ ન હોય, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પણ ન હોય, પિતાના દેશના લશ્કરને કે પરદેશના લશ્કરને પણ ભય ન હોય. ભીખમ-પંથીઓની ભયંકર અજ્ઞાનતા
આ સ્થાને જેઓ બચાવવાથી બચેલા પ્રાણીઓનું જિંદગીભરનું પાપ બચાવનારને લાગે છે, એમ માની બચાવવાને નિષેધ કરે છે, તેઓએ આવા તીર્થકર નામકર્મને બંધાવનારા અરિહંતાદિકના આરાધનરૂપી વીસસ્થાનકને ખરેખર શાપ આપ જોઈએ, અને ક્ષાપશમિકભાવે થએલા આરાધનના ફળ તરીકે આ અતિશય માનવા જોઈએ જ નહિ. પણ સૂત્રકારોએ તે આ ઉપર જણાવેલા મારી વિગેરે ઉપદ્રવ ન હોય, તેને તીર્થકર મહારાજના અતિશય તરીકે જણાવેલા છે. બચાવ કરવામાં શું છેલ્લી બે કિયા?
શાઓમાં હણનારને પ્રાણાતિપાતિકી અને હણવાના પ્રયત્નવાળાને પારિતા પાનિકી ક્રિયાની વાત સ્થાને સ્થાને જણાવી છે, પરંતુ કેઈ પણ શાસ્ત્રકારે કોઈ પણ સ્થાને કોઈ પણ જીવને બચાવવામાં પારિતાપનિકી કે પ્રાણાતિપાતિકી ક્રિયા થાય એમ માનેલું નથી, અને તેથી શાસ્ત્રના હિસાબે મરકી વિગેરે ઉપદ્રવના અભાવને અતિશય તરીકે મનાય તેમાં આશ્ચર્ય નથી.