________________
- ૨૪
આગમત વિનીતાને સ્વાભાવિક વૃદ્ધિ નહતી કેમ?
પણ વિનીતા નગરીના નિવેશની વખતે તે સમગ્ર દેશ અવિ ભક્તરૂપે હાઈ એકરૂપે જ હતા અને તેથી ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક આખા દેશના એક જ સ્વામી તરીકે સ્થાપીને કરવામાં આવેલ હતું. આવી રીતે વિનીતા નગરીનું રાજ્ય પેટભેદ અને પ્રતિસ્પધી રાજાઓ વિનાનું હોઈ તેને ગાઢ વસતિના સ્થાનરૂપ અને જાહોજલાલીના ધામરૂપ બનવાનો સંભવ ઘણું જ ઓછો હતે.
ભગવાન ઋષભદેવજીનું પ્રથમ રાજા તરીકે માન:
એક બાજુ આવી રીતે વધવાને સંભવ ઘણે ઓ છે હતું, ત્યારે બીજી બાજુએ ભગવાન ઋષભદેવજી મહારાજ સર્વથી પહેલા રાજા થએલા હાઈ લેકોની તેમની તરફ મહારાજા તરીકેની ભક્તિ ઘણી જ ઉભરાઈ ગએલી હતી. અને તેથી જ ભગવાન ઋષભદેવજીનું જેવું માન પ્રથમ તીર્થકર તરીકે શામાં ગણાએલું છે, તેવી જ રીતે પ્રથમ રાજા તરીકેનું સ્થાન પણ શાસ્ત્રકારોએ ભગવાન ઋષભદેવજીનું જ ગણેલું છે, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી ભગવાન ઋષભદેવજીની હતુતિ કરતાં જેવી રીતે તેમના આદ્ય તીર્થકર૫ણુને અને પ્રથમ સાધુ દશાને પણ વખાણે છે તેવી જ રીતે ભગવાન ઋષભદેવજીની આઘ રાજા તરીકેની દશાને પણ વખાણે છે.
જો કે અજિતનાથજી ભગવાન વિગેરે કેટલાક બીજા તીર્થકર પણ રાજ્યના માલિક થઈ રાજા તરીકે થયેલા છે. પણ છતાં તેઓની રાજ્યસ્થિતિ તરીકે સ્તવન શાસકાર કરતા નથી, પણ ભગવાન ઋષભદેવજીની તે પ્રથમ તીર્થંકરપાદિની સ્તુતિ કરે તેવી જ રીતે તેમના પ્રથમ ભૂપાલપણાની સ્તુતિ પણ શાસ્ત્રકારો કરે છે.
વિનીતાના નિવેશમાં જુગલિયાને હિસ્સ:
ઉપર જણાવ્યા પ્રમાણે વિનીતા નગરીના નિવેશમાં મુખ્ય કારણ ભગવાન ઋષભદેવજીની ભક્તિ હોવા છતાં પણ તે વિનીતાના નિવે શમાં તે વખતના જુગલીયાઓની સ્થિતિ પણ એક મુખ્ય કારણ તરીકે ગણી શકાય તેમ છે.