________________
પુસ્તક ૧-લું
૩૭ આ વસ્તુ વિચારતાં કુલકરપણું અને રાજાપણું ક્યાં જુદું પડે છે? તે સહેજે સમજાશે. ટૂંકમાં કહીએ તે કાયિક દમનમાર્ગને અખત્યાર એ જ રાજાપણું છે. - જો કે રાજ શબ્દને તથા તેના મૂળરૂપ રાજધાતને અર્થ શેભવું એ થાય છે, પણ તે અર્થ તે માત્ર તે કાયિક દમનમાર્ગની લાયકાતવાળાને તે માર્ગના અખત્યાર વખતે કરાતી શણગારક્રિયાને અંગે છે. પણ વાસ્તવિક રાજપણાની સ્થિતિ કાયિક દમનમાર્ગને અંગે જ છે, અને તેથી જ ભગવાન ઋષભદેવજી કરતાં પ્રથમના શ્રી નાભિકુલકર વગેરે વાચિકદમનમાર્ગને અધિકાર ચલાવવાવાળા હેવાથી રાજા ન કહેવાયા અને તેથી આ અવસર્પિણના પ્રથમ રાજા તરીકે ભગવાન ઋષભદેવજી મહારાજ ગણાયા. કાયિક દમનને અંગે અો:
ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેમ વાચિક દમનથી ડરવાવાળા મનુષ્ય વાચિક દમનના કારણોથી દૂર રહેવા પ્રયત્ન કરે છે, છતાં કદાચ તેવા વાચિકદંડને લાયકનું કાર્ય થઈ જાય તે પણ તેની ઈચ્છા વાચિક દંડથી બચવા માટે જ રહે છે. તે પછી કાયિક દંડના પ્રસંગમાં આવી પડેલે મનુષ્ય તે કાયિકદંડથી બચવા માગે તે અસ્વાભાવિક નથી.
વિશેષ એ છે કે વાચિક દમનમાર્ગના પ્રસંગમાં આવી પડે મનુષ્ય વાચિક દમનથી ખસવા માગે ત્યારે માત્ર તે વાચિક દમનમાર્ગને અખત્યાર કરનારાઓથી દૂર ખસે અને તે વાચિક દમનવાળા મનુષ્ય તે વાચિક દંડના પાત્રને વચનદંડને અમલ કરવા બાળવા જતા નથી પણ કાયિકદંડ કરવાવાળાને તો પ્રથમ તે કાયિકદંડને પાત્ર બનેલાને ખેળ પડે છે. અને તેવા કાયિક દમનને પાત્ર બનેલાને ખેલવાવાળાઓને કેઈ તેવા સાધનની અવશ્ય જરૂર રહે છે જેથી તે ગુન્હેગારને ખેળી શકે. એટલું જ નહિ, પણ કાયિક દમનને પાત્ર બનેલે મનુષ્ય કાયિક દમનથી ડરીને તે પકડનારથી નાશી છુટે એ તદ્દન સંભવિત હોવાથી ગુન્હેગાર નાશી જાય તે પણ તે ગુન્હેગારને પકડી શકે તેવું સાધન તે કાયિક દમનને લાયક બનેલાને પકડવા માટે જોઈએ તે આવશ્યક છે.