________________
૩૫
પુસ્તક ૧-લું વિનીતા એવા નામનું કારણ:
ભગવાન ઋષભદેવજીના રાજ્યાભિષેકની વાત શરૂ કરી તે વખતે આપણે જોઈ ગયા છીએ કે તે વખતના જુગલીયાએ ભગવાનના રાજ્યાભિષેકને માટે સરોવરમાંથી પાણી લઈને આવે છે. તેટલા વખતમાં તે ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક ઇંદ્રાદિક મહા રાજાઓ મળી સંપૂર્ણપણે કરી નાંખે છે. પણ ભાગ્યશાળીઓને શિખવણુ વગર પણ સદ્દબુદ્ધિ સુઝે તેમ આ જુગલિઆઓને પણ પિતાએ લાવેલા પાને ન તે ફેંકી દેવાનો વિચાર થયે, યા ન પીવા આદિના કાર્યમાં લઈ જવાને વિચાર થયે, પરંતુ સર્વે યુગલિયાએ એકી સાથે ભગવાનના ચરણ કમલમાં તે પાણી દ્વારા અભિષેક કરવાના વિચારમાં આવ્યા, આવી રીતે તે યુગલિયાઓની સવાભાવિક વિનય યુક્ત દશા દેખીને ઈન્દ્ર મહારાજને ભક્તિ અને જીત પ્રમાણે નગરી વસાવવાના વિચારમાં દઢતા થઈ, જીગલિયાઓના વિનીતપણને અંગે વિનીતા નામ સ્થાપવાનું મન થયું, અને તેથી જ કુબેર ભંડારીને નગરી વસાવવાને મુખ્યતાએ તીર્થકરની ભક્તિને અંગે આદેશ કરતાં પ્રથમથી જ તે નગરીને વિનીતા એ નામ નિર્દેશ કર્યો. વિનીતાને નિવેશ ભક્તિ કેમ ગણાય? “
વસ્તુતાએ તે તે જગલિયાને વિનય પણ ભગવાનને અંગે જ હતે અને ભગવાનના વિનયને અંગે જ તેઓ વિનીત ગણાયા હતા અને તે વિનીતપણાને અંગે તે નગરીનું નામ વિનીતા સ્થાપવાને નિર્દેશ થયે, છતાં તે ઇંદ્રાદિકાએ કરેલી ભક્તિ ભગવાન ઋષભદેવજીના પુણ્યાનું બંધી પુણ્યના પ્રભાવની જ હતી. મૂળ વિષય સાથે સંબંધ:
આ બધી વિચારણા આપણે શા માટે કરીએ છીએ? મૂળ વિષય પર આપણું લક્ષ્ય કાયમ ટકે, તેથી મૂળ વસ્તુ સાથે જરા સંબંધ વિચારી લઈએ.
ભગવાન જિનેશ્વરાની નાનાદિક પૂજા કરતાં જે તેના અનુપકૃત પરહિતરતપણું આદિ ગુણે ધ્યાનમાં લેવાય અને તે ગુણેની અપેક્ષાએ