________________
૩૦.
આગમત સત્તાની અગર માન-સન્માનની ઈર્ષ્યા એ એવી અધમ વસ્તુ છે કે જેને પ્રતાપે અન્યની દુર્બલતા કે અપમાનની ચાહનાને તેના સાધનેને કુંગા થવા પામે છે. દરેક રાજાને બચાવમાં સલાહકારોને સાધનવાળા:
આ વસ્તુને વિચારતાં સત્યના પ્રલેભનના ચક્રાવે ચઢેલા અનેક રાજાઓ જ્યાં નિવાસ કરીને રહેલા હોય અને મોટા રાજા તરફથી વધારે ને વધારે માન મેળવવાની દેહધામમાં પડેલા હોય તેવાઓના સમાગમમાં રહેવાવાળા રાજાએ પોતાના સાચા અને નિમકહલાલ સલાહકારોને કઈ દિવસ પણ સાથે રાખ્યા સિવાય રહી શકે જ નહિ. અને દરેક રાજાઓને તેવા સલાહકાર રાખવા પડે ત્યારે તે સલાહકારોને પણ પોતાના કુટુંબ સાથે ત્યાં રહેવું પડે.
આટલું બન્યા પછી પણ તે તાબેદાર રાજાઓને આકસ્મિક હુમલાથી પિતાના કુટુંબના સલાહકારકોને તથા પિતાને બચાવ કરવા માટે લશ્કર રાખવાની જરૂર પડે.
આ બધી હકીકત વિચારતાં મુખ્ય રાજાનું સ્થાન જેને લોકો રાજધાની કહે તે કઈ પણ કથાને હોય તે પણ મોટા રૂપમાં ફેરવાય તેમાં આશ્ચર્ય જ નથી. રાજાનું જે ગૃહ તે રાજગૃહનગર બન્યું:
આ વાત સમજવાથી મહારાજા પ્રસેનજિત કે જેઓ શ્રેણિક મહારાજના પિતા હતા, તેમની વખતે માત્ર રાજાને શહેર બહાર રહેવાથી એટલે નગરની બહાર રાજગૃહ કરવાથી તે રાજગૃહ મટીને રાજગૃહી નગરી કેમ થઈ ગઈ તે સહેજે સમજાશે.
મુખ્ય રાજાને પણ મંત્રી અને સૈન્યની જરૂરઃ
વળી તે તાબેદાર રાજાઓને ઉપરી મોટે રાજા પણ તે સર્વ તાબેદાર રાજાઓની વિચાર અને બળની શક્તિને પહોંચી વળે તેટલું વિચાર અને બળનું સામર્થ્ય ન ધરાવે એમ તે કઈ દિવસ પણ ઉપરી તરીકે ટકી શકે નહિ અને તેથી તે મુખ્ય રાજાને પણ તેવા અને તેટલી સંખ્યાવાળા સલાહકારક રાખવા જ પડે અને બળની સંખ્યામાં પણ તેટલે વધારે જરૂર કરવો જ પડે.