________________
૨૬
આગમત ભીખમપંથીની દશા સંસાર-મથકવાદી જેવી
એમાં આશ્ચર્ય તે તેઓને જ લાગે કે જેઓ સંસાર મેચક મતવાળાઓની પેઠે ખોટી માન્યતા ધરાવતા હોય, સંસારચક મતવાળાએ જેમ દુઃખી પ્રાણુઓને મારવાથી તેને દુઃખથી છોડાવ્યું ગણીને પરોપકાર માને છે, તેવી રીતે ભીખમ પંથના હિસાબે પણ મરનાર અઢાર સ્થાનકથી છૂટે છે, એમ ધારે તે તે ખરેખર પરેકારી જ ગણાય. કેમકે ભીખમજીના હિસાબે બચાવનાર મનુષ્ય બચેલા પ્રાણના ભવિષ્યમાં કરાતા અઢારે પાપસ્થાનકને હેતુ હોય તે પછી મારનાર મનુષ્ય તે મરનાર પ્રાણીના ભવિષ્યમાં થનારા અઢારે પાપસ્થાનકને રોકનાર કેમ ન ગણાય? મારનાર પાપને રોકનાર તથા નિર્જરી કરાવનાર કેમ નહિ?
ભીખમજીના હિસાબે અઢાર પાપસ્થાનકેને રોકવા માટે, તેમજ અકામનિર્જરા દ્વારા પણ તે મરનારા પ્રાણીનો કર્મને ક્ષય થાય અને તેથી તે જલદી તરનારે થાય એમ ધારી તારવાની ઈચ્છાએ પણ મારવા તૈયાર થાય છે તેમાં આશ્ચર્ય જેવું નથી. શું ગુણવાળાને મારવાથી વધારે લાભ નહિ?
વળી ભીખમજીના હિસાબે જેમ જેમ વધારે ગુણવાન હોય તેમ તેમ તેને વધારે દુઃખ દેવું તે ઉચિત ગણાય કેમકે ગુણહીન મનુષ્ય કોઈ પણ પ્રકારનું દુઃખ આવે ત્યારે અશુભ પરિણામથી કર્મબંધ પણ કરે, છતાં કદાચ નિજા કરે તે પણ તે અકામ નિજારા જ હોય પણ ગુણવાળા મનુષ્યને તે દુઃખ આવતાં સકામ નિર્જરા જ હોય અને જેમ જેમ દુઃખ વધારે આવે તેમ તે ગુણવાન મનુષ્યને અધિક સકામ નિજા પ્રાપ્ત થાય, માટે તેવી રીતે ગુણવાનને અધિક સકામ નિર્જરા થાય છે એમ ધારી ભીખમજીના મતે તે મનુષ્ય ગુણ વાનેને હેરાન કરવા યાવત્ મારવા માટે જ સતત પ્રવૃત્તિ કરવી જોઈએ. ભીખમજીના હિસાબે તેમના પૂજને મારનાર મહાભાગ્યવાન ગણાય
તે જ હિસાબે ભીખમજીના પંથમાં જે પૂજ્ય તરીકે હેય તે તેમના મને સૌથી વધુ ગુણવાળા હોય અને તેથી તેઓને જે દુઃખ