________________
૨૭
પુસ્તક જ-લું આવશે તે તે ઘણી નિર્જર કરશે, એમ ધારી કોઈ મનુષ્ય તેના પૂજ્યને તાડના-તજના કરે, કુતરા કરડાવે, ધકકા મારે વિગેરે કરે તે તે પૂજ્યના કમને જલદી ક્ષય કરનાર થાય અને પૂજ્યની ઉપર મેટો ઉપકાર કરનારે થાય, એમ મનાવવું જોઈએ.
વળી જેમ બચાવવાની સુંદર બુદ્ધિએ બચાવેલે જીવ પાપ કરે, એવો વિચાર નહિ છતાં પણ તે લાભ બચેલાએ કરેલા પાપની અનુમતિને નામે તણાઈ જાય છે, તેવી રીતે પૂજ્યની ઉપર થતા નિર્જરાના અંગે પૂજ્યને કરવામાં આવેલા તાડના-તજ તેના પાપ પણ સમાઈ જશે. પૂજ્યની હિંસામાં પણ સેમલની માફક સત્કાર્યની સહાય જ ગણાય કે?
તે ભીખમજીના હિસાબે તે ભગવાન નેમનાથજીની મહારાજની વખતે ગજસુકુમાલમુનિને જે સમિલે ઉપદ્રવ કર્યો તે ઘણે જ સારે ગણ જોઈએ.
કેમ કે તે મિલના ઉપદ્રવના પ્રતાપે જ ગજસુકુમાલ મુનિ કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષ મેળવી શકયા. અર્થાત ભીખમજીના પંથના હિસાબે ગજસુકમાલ મુનિને કેવળજ્ઞાન અને મોક્ષ દેનારો તે મિલ જ હતા.
વળી શાસ્ત્રકાર ગણધર ભગવાને એ પણ સ્પષ્ટ શબ્દોથી અંત ગડ દશાંગસૂત્રમાં જણાવેલું છે કે ભગવાન નેમનાથજી મહારાજે શ્રીમુખે ભાખ્યું છે કે કૃષ્ણ? તે ગજસુકુમાલમુનિના ઘાત કરનાર તે તે ગજસુકુમાલમુનિને કેવળજ્ઞાન અને મોક્ષ મેળવવામાં સહાય. કારી કૃત્ય કર્યું છે. અર્થાત ભીખમજીના હિસાબે તે તેના પૂજ્યના મારનારાને યાવત્ મારી નાંખનારને તેના પૂજ્ય ઘણું જ નિજ કરશે એવી ધારણા ન હોય તે પણ મારતાં અને મારી નાખતાં ઘણે જ લાભ થાય. સહાયની ધારણાએ મારનાર મહોદય પામે ખરે?
જ્યારે સોમિલ સરખાને ઉપસર્ગ કરતી વખતે કેવળજ્ઞાન કે મેક્ષ આ ઉપસર્ગથી થશે, એવી ધારણા નહિ હતી, છતાં પણ તે