________________
આગમત રૂઢ થવાના ચિહ્ન તરીકે અભિષેક કરવાની સૂચના કરી અર્થાત જેને રાજા તરીકે થાપ હોય તેને સર્વ પ્રજાજને મળીને અભિષેક કરવું જોઈએ. અભિષેકની સામગ્રીને અભાવ:
ધ્યાન રાખવાની જરૂર છે કે આ વખતે ધાતુનાં ભાજને કે કલશ વિગેરેને કોઈપણ વ્યવહાર પ્રવતેલે હતો નહિ. એટલે એક તરફ યુગલિયાઓએ પોતાને માથે રાજા થવાની કરેલી માંગણીના ઉત્તરમાં રાજાપણાને અભિષેક કરે જોઈએ એ મળેલે ઉત્તર પણ ઘણે જ મૂંઝાવનાર થઈ ગયે. કેમકે નથી તે કળશ વિગેરે રાજ્યાભિષેકની સામગ્રી, અને નથી તે કોઈ દિવસ રાજ્યાભિષેકનું દશન. ૫૦૦ ધનુષ જેવી મોટી કાયાના શરીરને અભિષેક કરે અને કળશ વિગેરે જોઈતી સામગ્રીઓને સવને પણ ખ્યાલ નથી. અભિષેકને માટે જળ કેમ લાવવું ?
મુંઝવણમાં આવી પડે મનુષ્ય પણ પિતાના કર્તવ્યને ફરજ સમજી પોતાની શક્તિ પ્રમાણે કર્તવ્ય કરવા તૈયાર થાય તે સ્વાભાવિકજ છે, તેથી તે યુગલિયાએ પણ પિતાની માંગણીના ઉત્તર તરીકે અભિષેક કરવાની ક્રિયાને ફરજ સમજી જળાશય તરફ દેડ્યા, સર્વ યુગલિયાઓ જલાશય ઉપર ગયા. જલાશય ભરપૂર ભરેલું છે. પણ તે જલાશયમાંથી અભિષેકને સ્થાને જલ લાવવું શી રીતે? એ પ્રશ્ન તેઓને ઘણી જ મુંઝવણું કરનારે થયે. જલાશય આગળ કે જલાશયમાં બીજું કાંઈપણ તેવું પાણીને લેવાનું સાધન નથી. છતાં તે યુગલિયાઓ હિંમત હાર્યા નહિ અને તે જ જલાશયમાં ઉગેલી કમલિનીઓનાં પાંદડાંમાં પાણી લઈ ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક કરવા તૈયાર થયા. જલ લાવનાર યુગલીયાઓની પ્રચંડ સંખ્યા
તે યુગલિયાઓને સમુદાય એટલે બધા જબરદસ્ત કે જેના સંખ્યાબળે કમલિનીના પાંદડે પણ આવેલું પાણી ભગવાન ઋષભદેવજીની ૫૦૦ ધનુષ્યની કાયાને પણ અભિષેક કરી શકે. પ્રચંડ સંખ્યાબળને ધારણ કરનાર યુગલિયાને તે સમુદાય જલાશયથી નલિનીના પાંદડાંથી પાણી લઈને આવે છે.