________________
પુસ્તક ૧-લું માતા તે છોકસને એકદમ ખેંચી લે તેમાં કોઈ પણ પ્રકારે તે અયોગ્ય કરે છે એમ કહેવાય નહિ. કેમકે અધિક દષની રક્ષાને માટે ન્યૂનદેષની આપત્તિ પણ અધિકારીઓને વહોરવી પડે છે.
તેવી રીતે અહીં પણ ભગવાન ઋષભદેવજીને અનીતિના પ્રચારથી યુગલિયાનો થતો નાશ દેખીને તેમની વિનંતિથી અને નાભિ મહારાજાની આજ્ઞાથી રાજ્યસન ઉપર બેસી રાજા થવાની જરૂર પડી.
આ વાત તે ધ્યાન બહાર જવી ન જોઈએ કે રાજ્યનીતિ પ્રવર્યા પછી તે કોઈને કોઈ રાજ્યસન ઉપર બેસે અને પરમાર્થને દાવે નહિ તે સ્વાર્થને અંગે પણ દુષ્ટનું દમન કરવા તૈયાર થાય પણ અહિં તે ભગવાન શ્રી ઋષભદેવજી જે રાજા ન થાય તે દુષ્ટોનું દમન જ અશક્ય છે, માટે તેઓશ્રીને જ રાજા થવું જરૂરી જ હતું. કુલકરની રીતિથી જુદી રીતિ કેમ?
સામાન્ય રીતે જ્યાં સુધી દુષ્ટતાને પ્રચાર નહેતે થયે ત્યાં સુધી તે કુલકરાની હાકાર, માકાર અને ધિક્કારની નીતિથી દુષ્ટોનું દમન રીતસર કેઈ કાળ સુધી ચાલ્યા કર્યું, પણ તે હાકાર આદિના દમનથી દુષ્ટનું દમન ન થવા લાગ્યું, ત્યારે જ યુગલિયાઓને રાજા નીમવાની અને ભગવાન ઋષભદેવજીને રાજા થવાની જરૂર પડી, એટલે કે કુલકરની નીતિઓને પ્રભાવ પણ દુષ્ટના દમનને અંગે જ હતે અને ભગવાન ઋષભદેવજીનું રાજ્યારૂઢ થવું, તે પણ માત્ર દુષ્ટના દમનને અંગે જ થયું છે. હવે તે દુષ્ટના દમનને જ રાજાનું મુખ્ય કાર્ય માની ભગવાન ઋષભદેવજીના રાજ્યારેહણને વિચાર કરીએ. અભિષેકની વાત કેણે પ્રગટ કરી? ને તેને હેતુ :
એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન ઋષભદેવજીએ દુષ્ટના દમન માટે જ્યારે રાજ્યારૂઢ થવાને સ્વીકાર કર્યો ત્યારે તેજ ભગવાને રાજ્યારૂઢ થવાની રીતિ પણ યુગલિયા આગળ પ્રદર્શિત કરી.
રાજ્યારોહણને માટે ભ, ઋષભદેવજી બીજ કાંઈ પિતાના શ્રીમુખથી ન કહે તે સ્વાભાવિક છે અને તેથી તેમને માત્ર રાજ્યા.