________________
૨૨
આગમત છત્રાદિ માત્રથી રાજ્ય નહિ તેમ રાજા પણ નહિ
વાસ્તવિક રીતે તે રાજા શબ્દ સામાન્ય રીતે છત્રાદિકરૂપી રાજ્યચિહ્નોની સામાન્ય અદ્ધિને અંગે સંગત થતો નથી, પણ રાજ્યને લાયકની મહાઋદ્ધિના અર્થમાં જ સંગત થાય છે. કેમકે નાટકમાં રાજાને વેષ ભજવનારા નાટકીઆએ પણ છત્રાદિક ચિહ્નો તે ધારણ કરે જ છે. અને તેથી જો છત્રાદિક ચિહ્નોથી રાજા કહેવામાં આવે તો સાચા રાજા અને નાટકીઆ રાજામાં કોઈપણ ફરક રહે નહિ. રાજ્યઋદ્ધિ અંગે ઇન્દ્રની પ્રવૃત્તિ કેમ?
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે તીર્થંકર મહારાજાઓ એટલા બધા પ્રબળ પુણ્યવાળા હોય છે કે જેના પ્રભાવે ઇંદ્ર મહારાજ સરખા પણ તીર્થકર મહારાજની ગર્ભથી આરંભીને સર્વ અવસ્થાઓમાં તેઓની ઉત્તમતા જગતમાં જે રીતે જાહેર થાય, તેવી રીતે સર્વ પ્રકારે ઉદ્યમો કરે છે.
ધ્યાન રાખવાની જરૂર છે કે જેમ જગતમાં લાભાંતરાયના ક્ષપશમવાળા મનુષ્યને દાન આપવાની કે વસ્તુ દેવાની બુદ્ધિ થાય છે, તેવી જ રીતે પૂર્વભવમાં વીસસ્થાનકની કે એકાદિન્યૂન સ્થાનકની આરાધના કરવા દ્વારા ઉપાર્જન કરેલા તીર્થંકર નામકર્મના પ્રભાવે ઇંદ્ર અને બીજા દેવતાઓને ભગવાન તીર્થંકર મહારાજની દરેક પ્રકારે દરેક અવસ્થામાં ભક્તિ કરવાનું મન થાય છે. જેથી કે તેઓ નિર્જરાના પંથે તેમજ પુણ્યાનુબંધી પુણ્યના પંથે ધપી શકે છે. સમ્યગદર્શનાદિથી નિર્જરા કે પુણ્યબંધ? .
સમ્યક્ત્વ, દેશવિરતિ અને સંયમથી જે કે કર્મની નિજ રા થાય છે અને તેથી તે નિરાનું કારણ મનાય છે અને તેની પ્રાપ્તિ પણ કર્મની અત્યંત નિજા થવાથી જ બને છે. તે પણ તે સમ્યક્ત્વાદિને ધારણ કરનારા જ નિજરા યેગ્ય અધ્યવસાયેના અભાવે પુણ્યાનુબંધી પુણ્ય પણ બાંધે છે. અને તે પુણ્યના ઉદયથી તે સમ્યક્ત્વાદિને ધારણ કરનારા મહાનુભાવે ઉચ્ચ અને ઉચ્ચતર દેવલેકમાં જાય છે, એટલું જ નહિ પણ તે સમ્યક્ત્વાદિને ધારણ કરનારા મહાનુભાવે જે દેવપણુમાં એક પણ સામાન્ય શબ્દ કહે,