________________
૨ ૦.
આગમત કલ્પના કરવા તરફ દેરાય છે. તેઓએ આ રાજ્યાભિષેક વખતે ઇંદ્ર મહારાજે ઉચ્ચારણ કરેલા સેયં શબ્દનું તથા અભયકુમાર અને તેને પૂર્વ સંગતિક દેવતા વગેરેએ ઉચ્ચારણ કરેલા સેલું શબ્દ ઉપર દ્રષ્ટિ કરવી, કે જેથી માત્ર તેય શબ્દ દેખીને કંઈ પણ સ્વગછીય કે પરગથ્વીય આચાર્યોએ નહિ કરેલા એવા કલ્યાણક અર્થ કરવા તરફ ખોટી રીતે દેરાવાનું થાય નહિ. રાજ્યાભિષેકની અંદી ક્રિયા:
એવી રીતે વિચાર કરીને ઇંદ્ર મહારાજા રાજ્યાભિષેકની સકળ સામગ્રી સાથે ભગવાન ઋષભદેવજીની પાસે હાજર થયા અને ભગવાન ઋષભદેવજીને સુવર્ણ કળશાદિકથી અભિષેક કરી, તેમને મુકુટ, કુંડલાદિ અલંકાર અને છત્ર ચામર આદિ રાજચિહ્નોથી અલંકૃત કર્યા.
ભગવાનના રાજપણામાં દૈવિકતા :
આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેકમાં પૂરેપૂરી અને દૈવિક ક્રિયાને પણ સંબંધ છે. અર્થાત્ ભગવાન તીર્થકરોમાં આદ્ય તીર્થકર ભગવાનને રાજ્યાભિષેક એ કેવળ દૈવિક પ્રભાવ છે. યુગલીયાઓનું આવવું અને વિનય સ્વભાવને પ્રભાવ:
જલાશય ઉપર ગયેલે યુગલિયાને સમુદાય નલિનીના પાંદડે પણ અભિષેકને લાયકનું જલ લઈ ભગવાન ઋષભદેવજી પાસે હાજર થયે, પણ ભગવાન ઋષભદેવજીને વસ્ત્રાભરણથી શણગારાએલા અને છત્ર આદિ રાજ્ય ચિહ્નોથી મંડિત થયેલા જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા અને પિતે અભિષેકને માટે જે જલ લાવેલા છે તે જલનું શું કરવું? તેને વિચારમાં પડ્યા. છતાં સે શાણે એક મત કહેવાય છે. તેની માફક તે મેટા સંખ્યાબળને ધારણ કરવાવાળા યુગલિયાએ સર્વે એકમત થયા હોય તેમ ભગવાનના ચરણકમળ ઉપર તે સર્વે એ પાણી ઢાળ્યું અને તેને અભિષેક તરીકે ગણી પિતાને કૃતાર્થ માનવા લાગ્યા.