________________
૧૬
આગમત રાજ્યપ્રધાન અને રાજ્યારોહણની ભિન્નતા :
આ હકીકત ભગવાન ઋષભદેવજીના રાજ્યારોહને અંગે સીધી કહેવામાં આવેલી નથી, પણ ભગવાન ઋષભદેવજીએ સંસારની અસારતા દેખી જે વખતે પરમ પવિત્ર વૈરાગ્ય પ્રવાહના મેજાઓ ઝીલવા માંડ્યાં, તે વખતે ભરતાદિક સે પુત્રોને શા માટે રાજ્યાભિષેક કરી રાજા બનાવી રાજ્યની વહેંચણી કરી આપી? આવી શંકા કરનારે જવું સાથે નરલhiત એટલું જ માત્ર શીખી રાખેલું હતું અને તેના પ્રભાવે રાજ્ય એ મહાન દુર્ગતિનું કારણ છે, અને તેવી દુર્ગતિના કારણરૂપ રાજ્ય વૈરાગ્યથી વાસિત થએલે મહાપુરૂષ જ્યારે પોતે છોડી દે છે, ત્યારે તે મહાદુર્ગતિના કારણરૂપ રાજ્ય પર બીજાને આરૂઢ કરે તે વૈરાગ્યવાસિત કઈ પણ મહારાજાને લાયક ન હોય, તે પછી વિશ્વવત્સલ એવા વિશ્વપ્રભુને તે લાયક હાયજ કેમ?
આવી રીતની શંકાને સમાધાનને અંગે નીતિકારનું જે બીજું પદ રાગ ઘાર્થિ : એવું છે તેને અનુસરીને વિચારતાં એમ જણાય છે કે રાજ્યગાદી ઉપર આરૂઢ થવું કે આરૂઢ કરવા તે પાપરૂપ છતાં તે રાજ્યગાદી શૂન્ય રાખવાથી રાજ્યને નાયક કેઈ ન રહેતાં લેકો અધિકાધિક વિલાસને પંથે ઉતરી જાય, માટે તે અધિકાધિક વિનાશને રસ્તે રોકવારૂપ પરોપકારની સિદ્ધિને માટે જ વૈરાગ્ય વાસિત મહાત્માઓ પણ પુત્રાદિકને રાજ્યસન ઉપર બેસાડી અભિષેક કરી રાજ્ય અર્પણ કરે છે, તે બરાબર ગુણને જ દેનારું ગણાય છે.
છોકરાને નાગના ભયથી બચાવવાની ઘટના :
જે કાર્યમાં અધિક ફાયદે હોય અને અલ્પ દેષ હોય તે તે કાય તેના અધિકારીને કરવાની ફરજ પડે છે, જેમ ખાઈની અંદર રમતા છોકરા તરફ કાળો નાગ ડંસવાને આવતું હોય તે કાંઠે ઉભેલી તે છોકરાની માતા તે છોકરાને બાવડું પકડીને એકદમ ઉંચે ખેંચી લે છે તે છોકરાને ખેંચતી વખતે તેને હાથ ઉતરી જશે કે તેનું શરીર છેલાશે, એ વિગેરે દુખ ચક્કસ છતાં પણ સર્વથા જીવિત નાશ કરનાર એવા નાગથી રક્ષણ કરવાનું કાર્ય કરવાનું હોવાથી