________________
પુસ્તક ૧-લું
૧૧ નહિ તેમ તે ભગવાન ઋષભદેવજીથી પહેલાંના કાળના જુગલિયાઓને પિતાને સંપૂર્ણ વસ્તુ મળતી હોવાથી બીજાની વસ્તુ લેવા તરફ નજર જતી જ ન હતી. અવસર્પિણી કાલના પ્રભાવે કલ્પવૃક્ષને પ્રભાવ ઘટવાથી યુગલિયાઓને પોતાના જીવનનિર્વાહની વસ્તુઓ પણ પૂર્ણ પણે મળતી બંધ થઈ અને તેથી દરિદ્ર મનુષ્ય જેમ પાપ કરવા તરફ દોરાય તેવી રીતે તે યુગલિયાઓ જીવનનિર્વાહના સાધનની ન્યૂનતા થવાથી એક બીજાની વસ્તુને પડાવી લેવામાં જ પુરુષાર્થ ગણવા લાગ્યા અને તે અન્યાયી પ્રયાસ-પુરૂષાર્થ એટલી હદ સુધી વધી ગયું કે મહારાજા નાભિકુલકર તરફથી પ્રવર્તતી હાકાર, માકાર અને ધિક્કારની નીતિ કઈ પણ પ્રકારે અસરકારક થઈ નહિ. યુગલિયાઓની ને અધિપતિની માંગણી પાછળની મદશા :
સામાન્ય રીતે જેમ જગતમાં અનીતિને પ્રવર્તાવનારો પ્રથમ રાજી થાય છે, પણ શેરમાં માર પડ્યાની માફક અનીતિ કરનારાની ઉપર પણ જ્યારે બીજે સવાઈ અનીતિ કરનારે થાય છે, ત્યારે પ્રથમ તે અનીતિ કરનારને અનીતિનું વિષમ પણું માન્યા વગર અને જાહેર કર્યા વગર ચાલતું નથી. તેવી રીતે યુગલિયાઓમાં પણ અનીતિનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું કે તેમાં નાભિ મહારાજની હાકાર, માકાર અને ધિક્કારની નીતિને પ્રભાવ ન ચાલ્યું અને તે યુગ લિયામાં એવા વિચારને જન્મ મળે કે હવે આપણે વાચિક શિક્ષાથી અનીતિને દૂર કરીએ તેવા રહ્યા નથી, માટે આપણી ઉપર એ કઈ નિયંતા થવું જોઈએ કે જે કાયિક શિક્ષા દ્વારા પણ આપણુમાં પ્રવર્તતી અનીતિને જડમૂળથી ઉખેડી નાખે.
આ વિચાર થવાથી તે યુગલિયાએ પિતાને શિર રાજસત્તા સ્થપાવવા તૈયાર થયા.
વર્તમાન ઇતિહાસને જાણનારાઓ પણ સમજે છે કે આયલેન્ડને ઇંગ્લેન્ડ સમશેર કે સતામણીથી કજે કરેલું નથી. પણ આયર્લેન્ડ પિતે જ પિતાની પરસ્પરની અંધાધુધી દૂર નહોતું કરી શકયું, ત્યારે જ ઈંગ્લેન્ડના શહેનશાહના શરણે જઈ શહેનશાહતને એક ભાગ બન્યું. એવી રીતે યુગલિયાએ પણ પોતાના અંદર અંદરના અનીતિના અતિક્રમણને દૂર ન કરી શક્યા અને વાચિક નીતિના પ્રવર્તનથી