Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અતિશયજ્ઞાનવાળા કેવળજ્ઞાનીઓએ સિ-રેશિતમ્ કહ્યું છે. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન સમસ્ત દ્રવ્યને અવગ્રહરૂપથી જાણવા છતાં પણ એની થેડી પર્યાને જ જાણે છે. આ પ્રમાણે અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન પણ દ્રવ્યાદિકની મર્યાદાને બાંધીને રૂપી પદાર્થોને કેઈની સહાયતા વગર સ્પષ્ટપણે જાણે છે. તથા તેની પર્યાયે અને ગુણોને જાણે છે. કેવળજ્ઞાનરૂપી અરૂપી સઘળા દ્રવ્યને તેની ત્રિકાળવર્તી સઘળા પર્યાયોને તથા સઘળા ગુણને જાણે છે, એજ વાત “વૈષ” એ પદથી અહિં બતાવવામાં આવેલ છે. બાકી ચાર જ્ઞાન મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, પ્રતિનિયત દ્રવ્યાદિકેને વિષય કરે છે. આ પ્રમાણે અતિશય જ્ઞાન સંપન્ન કેવળીયેનું કથન છે.
દ્રવ્યાદિ કે લક્ષણ કા વર્ણન
અહીં કોઈ બીજાની એવી આશંકા છે કે, જ્ઞાન પિતાના સ્વરૂપને જ જાણનાર હોય છે. બીજા પદાર્થોને નહીં. કેમકે, જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય વસ્તુને સદ્ભાવ જ સિદ્ધ થતું નથી. તે આ પ્રમાણે કોઈનું કહેવું બરાબર નથી. કારણ કે, જે પ્રમાણે અંતરંગમાં સુખાદિકેને પ્રતિભાસ થાય છે. એ જ પ્રમાણે બહારમાં પણ સ્કૂલ પદાર્થોને પ્રતિભાસ થાય છે. આ સ્થળ પદાર્થોને પ્રતિભાસ પણ સ્વસંવિદિત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જ્ઞાન સ્વ અને પરનું નિશ્ચયાત્મક માનવામાં આવેલ છે. જે પ્રમાણે અંતઃ સંવેદન સ્વ અને પરને વ્યવસાયી છે. એ જ પ્રમાણે બાહા સંવેદન પણ સ્વ અને પરનો વ્યવસાયી માનવામાં આવેલ છે. અથવા અન્તઃ સુખાદિ પ્રતિભાસ જે રીતે સ્વ સંવિદિત થાય છે એ જ પ્રમાણે સ્થળ પદાર્થોને પ્રતિભાસ પણ સ્વસંવિદિત થાય છે. એવી સ્થિતિમાં એકમાં તાત્વિકતા અને બીજામાં અતાત્વિકતા માનવી એ ઠીક નથી. જે કહેવામાં આવે કે, સ્વ સંવિદિત પ્રતિભાસ જ વાસ્તવિક છે. એ પ્રતિભાસમાં વિષયરૂપથી પડવાવાળા બાહ્ય પદાર્થ વાસ્તવિક નથી. કારણ કે, એ અવિદ્યપદર્શિત છે. તો એવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, આ પ્રમાણે કહેવાથી જ્ઞાનને પણ અભાવ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
४८