________________
સદેવ દેવપ્રયુક્ત-અસ્વાધ્યાય-ગધવનગર, દિગ્દાહ, વિદ્યુત, ઉકા, ગત, ચૂપક, યક્ષીપ્ત, આ સઘળા ઉપદ્રવ દેવતા પ્રયુક્ત થયા કરે છે. આના હાવાના સમયે સૂત્રનું પઠન-પાઠન કરવામાં આવતું નથી. અર્થાત્ એ જે જે દિવસે એક એક પૌરૂષી સુધી અસ્વાધ્યાયકાળ માનવામાં આવેલ છે. કદાચ એક દિવસમાં જ યુગપત્ એ અનેક ઉત્પાત થઈ જાય તા પણ અસ્વાધ્યાય કાળ એક પૌરૂષી માત્ર જ માનવામાં આવેલ છે.
ચક્રવતી આદિના નગરમાં ઉત્પાતનું સૂચન કરવા માટે સંધ્યાના સમયે એ નગરનાજ ઉપર પ્રાકાર અટ્ટાલિકા આદિથી યુક્ત જે નગર જોવામાં આવે છે તે ગાંધર્વ નગર છે. પૂર્વ આદિ દિશાઓમાં છિન્નમૂલ જે વાળા જેવું દેખાતું હાય છે તે દિગ્દાહ છે, આ દિગ્દાહમાં કઈ એક દિશામાં ઉપરની તરફ એવા પ્રકાશ દેખાય છે કે, જાણે કેાઈ નગરમાં આગ લાગી રહી હૈાય, સાથેાસાથ નિચેના ભાગમાં બિલકુલ અંધકાર નજરે પડે છે. ઉલ્કાપાત તારાનું તૂટવું એ પ્રસિદ્ધ છે. આમાં આકાશથી પ્રકાશની એક લાંખી રેખા જેવી અગ્નિ પડે છે. શુકલ પક્ષની પ્રતિપત્ બીજ અને ત્રીજના દિવસેામાં સંધ્યાના સમયથી જ ચંદ્રમાના ઉદય થઈ જવાના કારણે સંધ્યાકાળના વિભાગ માલુમ પડતા નથી, આ ત્રણ દિવસે માં જ્યાં સુધી ચંદ્રમા સંધ્યાના વિભાગના આવારક ખની રહે છે ત્યાં સુધી એટલા આ ત્રણ દિવસ ચૂપક કહેવાય છે. આ ત્રણ દિવસેામાં પ્રાદેોષિકી પૌરૂષી નથી. તથા કાઈ એક દિશામાં જે વચમાં વચમાં વિદ્યુત જેવા પ્રકાશ માલુમ પડે છે તે યક્ષદીપ્ત છે. મેઘની ગર્જનાનું નામ ગ તછે. આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્તચિત્રા આદિ નવ નક્ષત્રેાને છેાડીને ખીજા નક્ષત્રામાં મેઘની ગર્જના થવાથી એક પ્રહર માત્ર અસ્વાધ્યાય કાળ છે. તારાપાત સમયમાં પશુ આટલે જ અસ્વાધ્યાય કાળ માનવામાં આવેલ છે. જે વખતે મેઘની ઘેાર ગર્જના થાય એ વખતે ચાર પ્રહરના અથવા આઠે પ્રહરના અસ્વાધ્યાય કાળ જાણવા જોઈએ. આ જ રીતે વિદ્યુત પાતના સમયમાં પણ ચાર અથવા આઠે પ્રહરના અસ્ત્રાધ્યાય કાળ કહેવામાં આવેલ છે.
આ ગાંધવ નગર આફ્રિકામાં ગંધવનગર તે નિયમથી દેવકૃત જ હોય છે. દેવના વગર એ મનતું નથી. અવશિષ્ટ દિગ્દાહ આદિકામાં દેવકૃતત્વની ભુજના બતાવવામાં આવેલ છે. કદી એ દેવકૃત પણ હેાય છે. અને કક્રિક સ્વાભાવિક પણ હાય છે, એ ગમે તે રીતે હોય છતાં તેમાં સ્વાધ્યાય કરવાનુ વર્જીત જ કહેવામાં આવેલ છે.
અન્ય ખીજા પણ સદેવ-દેવતા પ્રયુક્ત એવા એવા ઉત્પાત થાય છે કે, જેમાં સ્વાધ્યાય કરવાનું વર્જીત છે. જેવા–ચંદ્રગ્રહણુ, સૂર્યગ્રહણ. નિર્ભ્રાત અને ગુ'જીત ચાહે આકાશમાં વાદળ છવાયેલ હાય, ચાહે ન છત્રાયેલ ડાય એવા સમયમાં જે વ્યંતરદેવકૃત મહાગના સમાન ધ્વની થાય છે. તે નિર્ભ્રાત છે. ગતના જ વિકાર શુ’જીત છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૮૯