Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગીય અનુવઃ અનુત્સુક બનેલ એ જીવ અનુકપક સમસ્ત દુઃખિત જીવાના તરફ દયાળુ અને છે. જે જીવ પાતે પેતાની જાતને જ સુખી બનાવવામાં ઉત્ક્રાંતિ રહે છે તે મા માણુ-મરાતા પ્રાણીને જોઈ ને ઉદ્વિગ્ન બનતા નથી. પરંતુ પાતાના સુખમાં જ રસિક બનીને રહે છે અને બીજાના સુખ દુઃખ સાથે કોઈ સંબંધ રહેતા નથી. અર્થાત તે મરાતા જીવને પણ છેડાવતા નથી. પરંતુ અનુત્તુક જીવ એવા સ્વાર્થી હાતા નથી. એ દુઃખથી ત્રસ્ત થતા જીવને જુએ છેત્યારે એના દુઃખથી દુઃખિત થઈ ને પેતે પણ ત્રસ્ત થઈ જાય છે. અનુવ્સકે વિજય सोए चरितमोहणिज्जं कम्मं खवेइ - अनुद्भटः विगतशोकः चारित्रमोहनीयं कर्म क्षपयति આ સુખશાતાવાળા જીવની પરિણિત મર્યાદાતિ હોય છે. તથા મુક્તિમાં બદ્ધ સ્પૃહાવાળા હોવાથી એના અન્તરંગમાં કદી શાક હાતા નથી. આ પ્રમાણે એવા જીવ પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયના પ્રભાવથી ચારિત્રમાહનીય કમને નષ્ટ કરી દે છે. અર્થાત-અથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરીને મેાક્ષને પ્રાપ્ત કરી લે છે,
ભાવાર્થ-શબ્દાદિક વિષય સુખાના તઘ્નત વૃદ્ધિના નિરાકરણથી પરિ ત્યાગ કરવા એનુ નામ સુખશાત છે. એ સુખશાતના પ્રભાવથી જીવ જ્યારે વિષય સુખના તરફ્ લાલસા રહિત બની જાય છે ત્યારે તેની અંદર એટલી ઉંચી કરૂણા પરત આવી જાય છે કે, તે કોઈ પણ પ્રણીને દુ:ખિત જોઈ શકતા નથી. દુ:ખિત પ્રાણીને જોઈને તેનું હૃદય એકદમ કરૂણાથી દ્રવિત ખની જાય છે. જેની અંદર વૈયિક સુખાને ભાગવવાની લાલસા બની રહેલ હાય છે એ પેાતાને સુખી બનાવવામાં બીજાના દુ:ખાનું ધ્યાન રાખતા નથી. પરંતુ જેની વૈયિક અભિલાષા સર્વથા શાંત બની ચૂકેલ છે એ મુનિને એવું કોઈ કારણુ ખચતું નથી કે તે એથી બીજાને દુ:ખી કરે અથવા દુ:ખી જોઈ શકે, પોતાની મર્યાદામાં રહીને એ શેકથી સતપ્ત ન થતાં પ્રકૃષ્ટ શુભ પરિણામેાના બળ ઉપર ચારિત્ર માહનીય કા ક્ષય કરવાના કામકાજમાં જ લાગી રહેલ ડાય છે. અને આ પ્રમાણે યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી એ અંતમાં મુક્તિને પ્રાપ્ત કરી લે છે. ॥ ૨૯ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૦૫