________________
જે કહે કે, પુરૂષાભિલાષાત્મક ભાવવેદમાં સ્ત્રી શબ્દ આગમમાં પ્રયુક્ત થયેલ છે. આથી સ્ત્રી શબ્દને આ ભાવવેદરૂપ સ્ત્રી અર્થ અમે માની લઈશ. તે આમ કહેવું એ પણ ઠીક નથી. કારણ કે, સ્ત્રી શબ્દને પુરૂષાભિલાષરૂપ ભાવવેદ આ અર્થ છે એ વાત આપ કઈ રીતે નિશ્ચિત કરી શકે છે ? શું
સ્ત્રી વેદ ” આ શબ્દના શ્રવણ માત્રથી જ અથવા સ્ત્રીત્વના પદ્યશત પૃથકત્વ પર્યત અવસ્થાનના અભિધાનથી ?
જે પ્રથમ પક્ષને અંગિકાર કરે તે એ ઠીક નથી. કારણ કે, “સ્ત્રીવેદ” આ શબ્દના શ્રવણ માત્રથી ભાદરૂપ સ્ત્રી અર્થ નિશ્ચિત થતું નથી. હા જે “શ્રી ના વે-બ્રીવે” એ સમાનાધિકરણ સમાસ હોત તે સ્ત્રી શબ્દની અન્ય અર્થમાં વૃત્તિ થઈ શકત. પરંતુ અહીં એવું સમાનાધિકરણ સમાસ બાધકાભાવથી કપનીય થયેલ છે કે, અન્ય સમાસના અહીં અભાવથી થયેલ છે.
જે કહો કે, બાધકના અભાવથી સમાનાધિકરણ સમાસ કલ્પનીય થયેલા છે તે આ સમાસમાં સ્ત્રી શબ્દને અર્થ પુરૂષાભિલાષરૂપ ભાવ જ થાય તે આજ અર્થ શું આને સાક્ષાત અર્થ થાય અથવા આથી ઉપલક્ષિત “શરીર એને અર્થ થાય. જો એમ કહે કે, પુરૂષાભિલાષરૂપ ભાવ જ સાક્ષાત સ્ત્રી શબ્દનો અર્થ થાય તે અમે પૂછીએ છીએ કે, શું એ સમયે આ ભાવ તમને સંમત છે અથવા ભૂતપૂર્વ ગતિથી આ ભાવ તમને સંમત છે, જે કહો કે, સ્ત્રી શબ્દનો અર્થ એ સમયે એ પર્યાયમાં જ પુરૂષાભિલાષરૂપ ભાવવેદ છે. એવું અમને સંમત છે. તે એવી અવસ્થામાં આપને અભિમતથી પુરૂષ નિમણમાં પણ વેદને સંભવ માનવે પડશે. પરંતુ નિર્વાણ અવસ્થામાં તે વેદની સંભવતા હોતી જ નથી. આ વાત આગમમાં પ્રસિદ્ધ છે. આથી સ્ત્રી શરદનો અર્થ ભાવેદ સ્ત્રી માને એ ઠીક નથી.
ને કહે કે, ભૂતપૂર્વ ગતિથી પુરૂષાભિલાષરૂપ ભાવ, સ્ત્રી શબ્દને વાગ્ય છે તે એવી સ્થિતિમાં દેવાદિ કોના પણ નિર્વાણની પ્રાપ્તિ થવાને પ્રસંગ આવે છે. જે “સુOTહુ વારિ તિ” અર્થાત્ દેવ અને નારકીમાં ચાર ગુણસ્થાન, હોય છે. આ આગમ વાક્યને વિરોધ કરનાર બને છે. કારણ કે, ભૂતપૂર્વ ગતિની અપેક્ષાથી તે દેવ અને નારકમાં પણ ચતુર્દશ ગુણસ્થાનની સંભાવના થાય.
જે સ્ત્રી શબ્દને અર્થ ભાવથી ઉપલક્ષિત પુરૂષનું શરીર છે એવું કહે તે કહે પુરૂષાભિલાષરૂપ ભાવ પુરૂષ શરીરના ઉપલક્ષણપણાથી જે વિવક્ષિત છે તે શું ત્યાં નિયતવૃત્તિવાળા છે કે, અનિયતવૃત્તિવાળા છે.
જે નિયતવૃત્તિવાળા માનવામાં આવે તે આગમથી વિરોધ આવે છે, કેમ કે, વર્તમાનપણથી જ પુરૂષ શરીરમાં વેદને ઉદય આગમમાં કહેલ છે, તથા નિયતવૃત્તિરૂપથી તે અનુભવ પણ થતું નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૮૭