Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે કહો કે, અનુમાનને અભાવ હોવાથી પ્રમાણને અભાવ છે. તે અનુમાનને અભાવ પુરૂષોમાં પણ એવી જ રીતે છે આથી ત્યાં પણ મુક્તિનું કારણ વિકલ્યને પ્રસંગ પ્રાપ્ત થવાને.
જે કહે કે, પુરૂષોમાં તે અનુમાન પ્રમાણ છે, અને તે આ પ્રમાણે છે. જેના ઉત્કર્ષ અને અપકર્ષમાં જેને અપકર્ષ અને ઉત્કર્ષ જોવામાં આવે છે તે એના અત્યંત અપકર્ષમાં અત્યંત ઉત્કર્ષવાળે હોય છે. જેમ-અશ્વપટલમાં અપગમ હોવાથી સૂર્ય પ્રકાશને ઉત્કર્ષ થતો જોવામાં આવે છે, આજ પ્રમાણે રાગાદિ કેના ઉત્કર્ષ માં ચારિત્રાદિકને અપકર્ષ અને તેના અપકર્ષમાં તેને ઉત્કર્ષ હોય છે. આથી એ અનુમાનથી પુરૂષોમાં પણ રાગાદિકના અપકર્ષથી ચારિત્ર આદિ ગુણેને ઉત્કર્ષ સાબિત થાય છે. સ્ત્રીમાં નહીં કેમકે એમનામાં રાગાદિકેને અત્યંત અપકર્ષ સંભવિત થતું નથી તે આવું કહેવું પણ ઠીક નથી કેમકે, એ કેઈ નિયમ નથી જે પુરૂષોમાં જ અત્યંત રાગાદિકને આકર્ષક થાય તથા બ્રિામાં ન થાય. કેમકે, આવું માનવું પ્રત્યક્ષથી બાધિત થાય છે. પ્રત્યક્ષ પ્રમાણે આ વાતનું સમર્થક છે કે, રાગાદિકને અત્યંત અપકર્ષ સિયામાં પણ થાય છે. આમાં આગમ પ્રમાણને પણ અભાવ નથી. જુઓ–“સ્થી કરણ સિદ્ધા” આ વાક્ય સ્વયં આગમ પ્રમાણ છે. આથી સાક્ષાત સ્ત્રીને મોક્ષની સિદ્ધિ થાય છે. કેમકે, આ વાકય સ્ત્રિયોમાં અર્થતઃ મોક્ષના કારણેની અવિકળતાને સિદ્ધ કરે છે.
જે કહે છે. અહીં સ્ત્રી શબ્દ અન્યાર્થક છે તે એમ કહેવું પણ ઠીક નથી કારણ કે, આ “સ્ત્રી ” અન્યાર્થક છે. આ વાત આપ લેક રૂઢીથી અગર આગમની પરિભાષાથી કહે છે કે, અન્ય રીતે કહો છે ? તે કહો જે લેકરૂઢીથી કહેતા હો તે આપની એ માન્યતા બરોબર નથી, કારણ કે, લેકમાં તો આવું જ માનવામાં આવે છે કે, જે અર્થમાં જે શબ્દ અન્વય વ્યતિરેક સંબંધ દ્વારા સંકેતિત હોય છે એ શબ્દ એજ અર્થને કહે છે બીજા અર્થને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૮૫