Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાય છે અને એ પણ ખાત્રી થઈ જાય છે કે, અવસ્તુ જ બની શકતી નથી. ત્યારે આને જે પૂર્વેક્ષણ છે એ પણ આ અવસ્તુરૂપ અત્યક્ષણની ઉત્પાદક શકિતથી રહિત થઈ જવાના કારણે સ્વયં અવડુરૂપ થઈ જાય છે. કેમ કે એમાં પણ અર્થ ક્રિયા કારિતા આ પ્રમાણે માનવામાં બની શકતી નથી. આ રીતે સૌગતના મતમાં પૂર્વ પૂર્વેક્ષણમાં અભાવરૂપતા જ કેવળ પ્રાપ્ત થાય છે. પરંતુ બૌદ્ધોએ આ પ્રમાણે આમાં માનેલ નથી. એમની માન્યતાઓ પૂર્વ પૂર્વ ક્ષણેમાં ભાવરૂપતા જ માનવામાં આવેલ છે. આથી પૂર્વ પૂર્વેક્ષણમાં ભાવરૂપતા અંગિકાર કરનાર બૌદ્ધોએ મુકિતમાં પણ ભાવરૂપતા ન માનવા છતાં પણ બલાત્ સિદ્ધ થાય છે.
આજ પ્રમાણે “નાગવંતબસંન્નિા” “અરૂઢ સુસંપત્તા” આ વિશેષણથી સૂત્રકાર એવું સમર્થન કરે છે કે, મુક્તિને જે વૈશેષિકેએ આ નવગુણેને સુખ ૧ દુઃખ ૨ બુદ્ધિ ૩ ઈચ્છા ૪ દ્વેષ ૫ પ્રયત્ન ૬ ધમ ૭ અધમ ૮ અને સંસ્કાર ૯ ને નાશ થવાથી માનેલ છે. તે એમનું એ માનવું બરાબર નથી. કેમ કે, આ પ્રકારની એકાન્ત માન્યતામાં સિદ્ધોમાં અચેતનત્વ અને અસુખિત્વને પ્રસંગ પ્રાપ્ત થાય છે, જે યુતિ અને અનુભવથી બાધિત છે. જે આ પ્રકારની માન્યતાને સ્વીકાર કરવામાં આવે તે પછી પોતાના વિશેષ ગુણોના અભાવમાં આત્માનો પણ અભાવ માનવે પડશે. ગુણેના અભાવમાં ગુણી કરી રહી શકતા નથી. જેમ રૂપાદિક ગુણેના અભાવમાં ઘટાદિક દ્રવ્યનું અસ્તિત્વ દેખાતું નથી. શ્રેષ, દુઃખ, ઈચ્છા, પ્રયત્ન, સંસ્કાર તથા પુણ્યપાપ સંજ્ઞક ધર્મ અને અધર્મ અને અભાવ તે જૈનિઓએ પણ મુકિતમાં માનેલ છે. આજ પ્રમાણે ક્ષાયોપથમિક સુખ અને બુદ્ધિને પણ અભાવ બતાવેલ છે. પરંતુ ક્ષાયિક બુદ્ધિ અને ક્ષાયિક સુખને અભાવ ત્યાં બતાવેલ નથી. કારણ કે, એ આત્માના વિશેષગુણ છે. તેની પ્રાદુર્ભુતિ જ મુકિત છે. આ કારણે વૈશેષિકેની નવ ગુણની ઉચ્છિત્તિરૂપ મુક્તિ બરાબર નથી. આ વાત પૂર્વોક્ત આ બે વિશેષથી સૂત્રકારે સમર્શીત કરેલ છે. જે ૨૭
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૦૨