Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ શાસ્ત્ર પ્રશસ્તિ શાસ્ત્ર પ્રશસ્તિ– સૌરાષ્ટ્ર દેશમાં જૈનસંઘથી વિભૂષિત એક ખાખી જાગીયા નામનું ગામ છે. આ ગામ મૌજ નદીના કાંઠા ઉપર વસેલું છે. આ ગામમાં બાટવીયા કાળમાં ઉત્પન્ન થયેલા શ્રી પ્રાણજીવન ભાઈ રહે છે. એમને એક પુત્રી હતી. જેનું નામ કુસુમગૌરી હતું. એ સ્વર્ગવાસી થઈ ગયેલ છે. આથી એની સ્મૃતિ નિમિત્ત આ પ્રિયદર્શિની નામની ટીકા ત્યાં વિક્રમ સંવત ૨૦૦૮ના વિશાખ વદ ૭ને શુક્રવારના રોજ પ્રાણજીવનભાઈની પ્રાર્થનાથી સંપૂર્ણ કરવામાં આવેલ છે આ ટીકાની સમાપ્તિના સમયે જૈન ધર્મોપાસક જામજોધપુર નિવાસી શ્રી પોપટલાલભાઈ સહકુટુંબ દર્શનાર્થે આવેલા અને ત્યાં ધર્મની પ્રભાવના પૂબ કરવામાં આવી. એમના પિતાનું નામ શ્રી માવજીભાઈ હતું. મહેતા કુળમાં એમને જન્મ થયેલ છે. જેમનાં ધર્મપત્નીનું નામ છબલબાઈ છે. લક્ષ્મીની એમના પર સંપૂર્ણ કૃપા છે. જામજોધપુરગામને જૈનસંઘ સદા સુખી અને દયાળુ છે. જે કાંઈ પણ ધાર્મિક કામ કરવાનું હોય છે ત્યારે સઘળા ખૂબ જ પ્રેમથી સાથે બેસીને એકત્ર ભાવનાથી કરે છે. દીનદુઃખી જીની રક્ષામાં આથી ઘણી મદદ મળતી રહે છે. આ સઘળા શુદ્ધ સ્થાનકવાસી સંપ્રદાયના ઉપાસક છે. શક્તિ અનુસાર રત્નત્રયની આરાધના કરતા રહે છે. જૈનધર્મમાં વિશેષ સંપન્ન એમની માનસિક પરિણતિ રહ્યા કરે છે. દરેક ઘરમાં શ્રાવક અને શ્રાવિકાઓ દેવ, ગુરૂ અને ધર્મમાં વિશિષ્ટ ભક્તિ રાખવાવાળા છે તથા સદાચાર સંપન છે. मङ्गलं भगवान् वीरो, मङ्गलं गौतमः प्रभुः। सुधर्मा मङ्गलं जम्बूजैनधर्मोऽस्तु मङ्गलम् // 1 // શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : 4 354