________________
સુતચઃ મવત્તિ કન્દપભાવના, આભિગ્યભાવના, કિબિષિકભાવના, મેહભાવના અને આસુરત્વભાવના. આ પાંચ ભાવનાએ કે, જે મરણકાળમાં સમ્યગદર્શન આદિકની અપહારક છે અને એ કારણે જીવને દુર્ગતિમાં લઈ જવા વાળી છે. એને અવશ્ય અવશ્ય પરિત્યાગ કરી દેવું જોઈએ. કારણ કે જે એ કન્દર્પ ભાવના આદિમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એનામાં વ્યવહારની અપેક્ષા ચારિત્રની સત્તા હોવા છતાં પણ એની ઉત્પત્તિ દુર્ગતિરૂપ તથાવિધ દેવનિકામાં જ થાય છે. આથી અહીં દુર્ગતિ શબ્દથી દેવદુર્ગતિનું ગ્રહણ કરી લેવું જોઈએ. કેમકે, જે જીવ ચારિત્રની વિકલતાવાળા હોય છે તે મરીને ચારે ગતિની આયુની બંધ કરી શકે છે. માથામાં કંદર્પ શબ્દથી કંદર્પ ભાવનાનું ગ્રહણ કરવામાં આવેલ છે. કારણ કે, પદના એક દેશથી પણ પૂર્ણ પદનું ગ્રહણ થાય છે. આ જ પ્રમાણે આભિયોગ્ય આદિ શબ્દોથી પણ આભિયાગ્યભાવના, કિબિ. ષિકભાવના, મેહભાવના અને આસુરભાવનાનું ગ્રહણ સમજવું જોઈએ. આ ભાવનાઓને મરણકાળમાં ત્યાગ આ કારણે બતાવવામાં આવેલ છે કે, એ ભાવનાઓ વ્યવહારતઃ ચારિત્રની સત્તા હોવા છતાં પણ જીવને દેવ દુર્ગતિમાં લઈ જાય છે. કારણ કે, એમની સત્તામાં સમ્યગ્ગદશન આદિકેને સદભાવ થઈ શકતું નથી. એ એની અપહારક છે. “મર” પદથી સૂત્રકારને એ અભિપ્રાય છે કે, ભલે એ ભાવનાઓ જીવમાં મરણના પહેલાં રહેલી હોય તે પણ મરણ કાળમાં શુભ ભાવનાઓને સદ્ભાવ હેવાના કારણે જીવને સુગતિની પ્રાપ્તિ થાય છે. રાપા
ફરી પણું–‘મિછાસત્તા'' ઈત્યાદિ.
અન્વયાર્થ_મિછાસરા-મિયાનઃ મિથ્યાદર્શનમાં રકત બની રહેલ, અથવા નિચા-નિના નિદાન બંધનમાં જકડાયેલ અને હિંart-fહંસક પ્રાણાતિપાત કરવાવાળા એવા ને નિવા મતિ-જે નવ ગ્નિ જે જીવ મરે છે. તેહિં છો તેષાં પુનઃ પછી પરભવમાં એમને વોહી–ોધિઃ બેષિ -ટુર્ટમાં દુર્લભ છે. અર્થાત્ સુલભ થતી નથી.
ભાવાર્થ–મેહનીય કર્મના ઉદયથી જાગેલા વિપરીત જ્ઞાન અતમાં તત્વને અભિનિવેશ અથવા તત્વમાં અતત્વને અભિનિવેશ મિથ્યાદર્શન છે. આ મિથ્યાદર્શન, આભિગ્રાહિક, અનાભિગ્રાહિક, આભિનિવેશક, અનાગિક અને સાંશભિકના ભેદથી પાંચ પ્રકારનાં છે. આમાં જેની બુદ્ધિ આસકત છે તે મિથ્યાદર્શન રક્ત જીવ છે. અનુરાગથી યુકત બનીને પરભવ સંબંધિ ભેળોની વાંચ્છના કરવી આનું નામ નિદાન છે. આ નિદાનથી સહિત જે જીવ હેય છે તે સનિદાન છે. બીજાની હિંસા કરવાવાળા જીવ હિંસક કહેવાય છે. આવી અવસ્થામાં વર્તમાન જે જીવ હોય છે તે તે મરીને પરભવમાં જીન ધર્મની પ્રાપ્તિરૂપ બધિથી વંચિત રહે છે. અર્થાત્ ફરીથી એમના માટે બેધિની પ્રાપ્તિ સુલભ બનતી નથી, પરપદા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૪૫