________________
જે આ ત્યાં “કૌઆવાળું જનદત્તનું ઘર છે. ” આની સમાન અનિયત વૃત્તિવાળા છે એવું કહેતા હો તે સ્ત્રી શરીરમાં કદી કદી પુરૂષ વેગને ઉદય સંભવિત હોય છે. આથી તમારા મત પ્રમાણે સ્ત્રીને નિર્વાણ પ્રાપ્તિ થવાની આપત્તિ આવે છે. જેમાં પુરૂષોના ભાવની અપેક્ષા સ્ત્રીત્વ છે. આ જ પ્રમાણે સ્ત્રીમાં પણ ભાવની અપેક્ષા પુત્વ સંભવ છે. તથા મુક્તિનું કારણ મુખ્યત્વે ભાવ જ બતાવવામાં આવેલ છે. આથી જ્યારે અપકૃષ્ટ સ્ત્રીપણાથી યુકત પુરૂષોને નિર્વાણ થાય છે ત્યારે સ્ત્રીઓને પણ ઉત્કૃષ્ટ ભાવ પુરૂષત્વની અપેક્ષાથી નિર્વાણ કેમ પ્રાપ્ત ન થઈ શકે–અવશ્ય પ્રાપ્ત થવું જ જોઈએ.
તથા સમાસાનારને અસંભવ હોવાથી “સ્ત્રીવેદ” અહીં સમાનાધિકરણ સમાસ થયેલ છે” એવું ન માનવું જોઈએ. કેમ કે, “ત્રિય” આ પ્રમાણે અહીં ષષ્ઠી તપુરૂષ સમાસ પણ બની શકે છે.
જે એવું કહે કે, સ્ત્રી શરીર અને પુરૂષાભિલાષામક વેદ, આ બંનેને સંબંધ બની શકતું નથી. આ કારણે એ સમાસ અયુકત છે. તે આની સામે અમે પૂછીએ છીએ કે, આમાં પરસ્પરમાં સંબંધને અભાવ કેમ છે ? શું એ ભિન્ન ભિન્ન કર્મોદયરૂપ છે આ માટે અથવા પુરૂષની માફક પ્રિયની પણ સ્ત્રિમાં પ્રવૃત્તિ જોવામાં આવે. છે. આ માટે? જે પ્રથમ પક્ષને અંગિકાર કરવામાં આવે તે આનાથી ભિન્નતા સિદ્ધ થતી નથી. કેમકે, ભિન્નકર્મોદયરૂપ પણ પંચેન્દ્રિય જાતિ આદિને તથા દેવગતિ આદિને સદાય સંબંધ દેખવામાં આવે છે. બીજો પક્ષ પણ ઉચિત નથી. કારણ કે, સ્ત્રીની સ્ત્રીમાં પ્રવૃત્તિ પુરૂષની પ્રાપ્તિ ન થવાથી વેદયના કારણે જ થાય છે. કહ્યું પણ છે –“ના સ્થાન તિવા મત્તામિા ” અર્થાત્ આ પ્રવૃત્તિ સ્ત્રીવેદના ઉદયથી પુરૂષની પ્રાપ્તિ ન થવાથી તિર્યંચાનીમાં, તિર્યંચનીની માફક કામેમર સ્ત્રીની માફક થાય છે. સ્ત્રીત્વનું પત્યશત પ્રથકૃત્વ સુધી અવસ્થાન કહેવાયેલ છે. આનાથી જાણી શકાય છે કે, પુરૂષની અભિલાષારૂપ ભાવવેદમાં સ્ત્રી શબ્દનો પ્રયોગ આગમમાં પ્રયુક્ત થયેલ છે” તો એમ કહેવું પણ યુકિતયુક્ત નથી. બે સંખ્યાથી લઈને નવ સંખ્યા સુધી પૃથકૃત્વ કહેવાય છે. આનું તાત્પર્ય એ છે કે, નૌ સૌ પલ્ય સુધી સ્ત્રીત્વ જાતિમાં-સ્ત્રીના શરીરને જન્મ થાય છે. પુરૂષાભિલાષાત્મક ભાવેદ સ્ત્રી શરીરની પ્રાપ્તિમાં હેતુ નથી. આ કારણે એ રસી શબ્દને અર્થ થતું નથી. ત્યાં પત્યશત પૃથકત્વ સુધી સ્ત્રી શરીરથી જન્મ લેવામાં સ્ત્રીત્વને અનુબંધ જ હેતુરૂપથી વિવક્ષિત થયેલ છે, પરંતુ વેદ નામને ભાવ નહીં. અર્થાત્ ભાવદ નહીં મૃત્યુના સમયે સ્ત્રીના આકારને વિચ્છેદ થવાથી પણ સ્ત્રીત્વની પ્રાપ્તિમાં કારણભૂત કર્મને વિચછેદ થતું નથી,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૮૮