Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા તમે જે એવું કહેાછા કે, શ્રિયામાં માયાદિકની પ્રકતા છે આથી એવી પ્રક તાવાળી હાવાથી તે પુરૂષાની અપેક્ષાએ હીન છે. તે આવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, આ લેકમાં સ્ત્રી અને પુરૂષ બન્ને સમાનરૂપથી માયાદિકના પ્રક વાળા જોવામાં આવે છે. આગમ પણ એવું જ કહે છે કે, ચરમ શરીરી નારદાદિકાને પણ માયાદિકની પ્રકતા છે. આ કારણે પુરૂષાથી અપકૃષ્ટ હાવાથી સ્ત્રિયેાની મુક્તિના કારણેાની વિકળતા સધાતી નથી અર્થાત્મુક્તિના કારણેાના સદ્ભાવ સ્રીચામાં છે.
જો એમ કહેા કે, સ્રીયાના મુક્તિસ્થાન આદિની પ્રસિદ્ધિ નથી આથીજ એના અભાવથી એવું જણાય છે કે, એમને મેક્ષ મળતા નથી. જો સ્ત્રીચામાં મુક્તિના કારણેાની અવિકળતા હેત તે એમને મુક્તિ મળી શકે અને આ કારણેાથી એમની મુક્તિના સ્થાનાની પણ પ્રસિદ્ધિ થાત. પરંતુ એવું કાંઈ નથી જેથી એવું સ્પષ્ટ થાય છે કે, એમને મુક્તિ પ્રાપ્ત થતી નથી તે આમ્ર કહેવું એ પણ ખરાબર નથી. કારણ કે, એવી કાઈ વ્યાપકતા તેા છે જ નહીં કે, જેના જેના મુક્તિ સ્થાનેાની પ્રસિદ્ધિ છે એમનેજ મુક્તિ પ્રાપ્ત થયેલ હાય આવુ શાસ્રામાં વિશેષણ રૂપથી કર્યાય કહ્યું નથી કે, આ પુરૂષનું મેક્ષ સ્થાન છે. પરંતુ એવુ જ કહેલ છે કે, ભવ્ય જ મેાક્ષના ચાગ્ય બને છે. આથી મુક્તિસ્થાન આદિની અપ્રસિદ્ધિથી જો શ્રિયાનામેાક્ષ માનવામાં ન આવે તા તમારા મતથી પુરૂષાને પણ મેક્ષ ન થવા જોઈએ.
હવે જો એવુ કહો કે, સ્ત્રીના વિષયમાં મુક્તિ સાધક પ્રમાણુના અભાવ હાવાથી મુક્તિ કારણા વૈકલ્પરૂપ હેતુની અસિદ્ધિ છે. તા અમે તમને એ પૂછીએ છીએ કે, કહેા કયા પ્રમાણુના અભાવ આપને વિક્ષિત છે. શું પ્રત્યક્ષના, અનુમાનનેા, અથવા આગમને ?
જો કહેા કે, પ્રત્યક્ષના અભાવ છે તે આના ઉપર ફરીથી એવું પૂછવામાં આવે છે કે, સ્વસ બધી પ્રત્યક્ષના અભાવ છે, અથવા સર્વ સખંધી પ્રત્યક્ષના અભાવ છે? જો કહા કે, સ્વસ બધી પ્રત્યક્ષનાં અભાવ છે તે આના ઉપર પશુ એ પ્રશ્ન થાય છે કે, યથાવિહિત પ્રતિલેખનાદિરૂપ બાહ્ય કારણની અવિ કળતાને જોવાવાળા પ્રત્યક્ષના અભાવ છે. અથવા અન્તર ચરિત્ર આદિ પરિણામરૂપ કારણની અવિકળતાને જોવાવાળા પ્રત્યક્ષના અભાવ છે ?
જો આમાં પ્રથમ પક્ષના સ્વિકાર કરવામાં આવે તે તે ખરાખર નથી. કેમકે, ચેામાં પણ યથાક્ત પ્રતિલેખનાદિ સર્વાં જોઇ શકાય છે. એ પણ પ્રતિલેખનાદિક કરે છે. જો બીજા પક્ષને માનવામાં આવે તે છદ્મસ્થ પ્રાણી પુરૂષોમાં પણ ચારિત્રાદિ પરિણામને પ્રત્યક્ષ રૂપથી જોઈ શકતા નથી. આથી તમારા મનથી પુરૂષોની મુકિત પણ થવી ન જોઇએ,
જો કહેા કે, સર્વ સંબધી પ્રત્યક્ષને અભાવ છે તે એવું કહેવું પણ ખરોબર નથી કારણ કે, અસર્વજ્ઞને એવું જ્ઞાનજ થઈ શકતું નથી કે, સ સબધી પ્રત્યક્ષના અભાવ છે. આવું થવાથી પુરૂષને પણ મેાક્ષ મળી શકે નહીં.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
२८४