________________
જે આ રીતે એમનામાં હીનતા માનવામાં આવે તે ગુરૂને જ મુક્તિ થાય, એવું માનવાને પ્રસંગ આવે. શિષ્યોને નહીં. કારણ કે, એમનાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રય સમાન હોવા છતાં પણ આચાર્ય જ એમને સમરણ આદિ કરાવે છે. શિષ્ય એમને કરાવતા નથી. પરંતુ આગમમાં એવી વાત તે કેઈ સ્થળે સાંભળવામાં આવતી નથી કે, ગુરૂઓને જ મુક્તિ થાય છે અને શિષ્યને થતી નથી. ચંડરૂદ્ર આદિ આચાર્યના શિષ્યોને મુક્તિ થયાનું જાણવા મળે છે.
આ રીતે અમહદ્ધિક હોવાથી પણ સ્ત્રિ પુરૂષથી હીન છે એમ કહેવું પણ બરોબર બેસતું નથી. કારણ કે, આપ કઈ ઋદ્ધિને અભાવ એમનામાં બતાવે છે ? આધ્યાત્મિક ઋદ્ધિને કે, બાહા ઋદ્ધિને? આધ્યાત્મિક ત્રાદ્ધિનો તે એમનામાં અભાવ છે જ નહીં. કેમ કે, રત્નત્રયરૂપ જે આધ્યાત્મિક શક્તિ છે તે એમનામાં સમર્થિત કરાયેલી જ છે, આજ પ્રમાણે બાહ્યાદ્ધિને આશ્રિત કરીને જો એવું કહેવામાં આવે કે, બાહ્ય દ્ધિ એમનામાં નથી. આથી એ અમહદ્ધિક હોવાથી પુરૂષેની અપેક્ષાએ હીન છે. અને આ જ કારણે એમનામાં મુક્તિના કારણની વિકળતા છે. તે આવું કહેવું એ પણ બરોબર નથી. કારણ કે, જુએ જે બાહ્ય ઋદ્ધિ તીર્થકરોની હોય છે એ ગણધરને હોતી નથી. આજ પ્રમાણે ચક્રધરોની જે ત્રાદ્ધિ હોય છે તે એનાથી ભિન્ન અન્ય ક્ષત્રિયાદિકે માં હેતી નથી. આ કારણે આમાં પણ એકની અપેક્ષા અમહદ્ધિક પણું આવવાથી અપકૃષ્ટતા આવી જવાની. આ રીતે એને પણ મુક્તિ કારણોની વિકળતા હોવાને પ્રસંગ પ્રાપ્ત થશે.
જો એમ કહે કે, પુરૂષ વર્ગની જે ખૂબજ મેટી તીર્થંકરસ્વરૂપ મહાઋદ્ધિ છે તે એમનામાં નથી. આની અપેક્ષાએ એમનામાં અમહદ્ધિકતા જાણી શકાય છે તે એમ કહેવું એ પણ બરોબર નથી. કારણ કે, કેટલીક પરમ પુણ્યની ભાજન સ્ત્રિને તે તિર્થંકર વિભૂતિની પણ પ્રાપ્તિ થઈ છે. આની પ્રાપ્તિ થવામાં ત્યાં કેઈ વિરોધ આવતો નથી. કારણ કે, એવા વિધિનું સાધક કેઈ પણ પ્રમાણ નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૮૩