Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તિને અભાવ જોવામાં આવે છે એ જ પ્રમાણે ઝિયામાં પણ તાદશ મનેવિયરૂપ પરિણતિને અભાવ નિશ્ચિત હોય છે તે એવું કહેવું એ કારણે ઠીક બેસતું નથી કે, સમૂ૭િમ આદિકોમાં જે તાદૃશ્ય મને વીર્યરૂપ પરિણતિને અભાવ છે તેનું કારણ ત્યાં પ્રતિબંધ છે. અહીં એ કોઈ પ્રતિબંધ નથી તથા સાતમી પૃથવીમાં ગમન એ કાંઈ નિર્વાણ ગમનનું પ્રતિકારણ તે છે નહીં અને ન તે નિર્વાણ ગમન સાતમી પૃથવી ગમન અવિનાભાવી છે. કેમકે, ચરમ શરીરી જે વ્યક્તિ થયા કરે છે તે સાતમી પૃથવી ગમનના વગર જ નિર્માણમાં જતા દેખાય છે.
તથા જે તમારી એ વાત માની લેવામાં આવે કે, પ્રિયે સાતમા નરકતાં જતી નથી. આ કારણે તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. અને એજ કારણથી તે પુરૂષથી હીન માનવામાં આવેલ છે તો આની સામે અમારું તમને એ પૂછવાનું છે કે, આ જે તેનામાં સાતમા નરકમાં જવાને અભાવ છે તે તે શું જે ભવમાં તેને મુક્તિ પ્રાપ્ત થાય એજ ભવની અપેક્ષાથી વિવક્ષિત અથવા તે સામાન્ય રૂપથી વિવક્ષિત છે. જે આમાં પ્રથમ પક્ષ અંગિકાર કરવામાં આવે તે આ રીતે પુરૂષને પણ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં. કેમ કે, જે જનમમાં તેને મુકિતની પ્રાપ્તિ થાય છે એ જનમમાં તે સાતમા નરમાં જતા નથી.
જે કહે કે, આ વાત સામાન્યપણે કહેવામાં આવેલ છે કે, સ્ત્રિમાં સાતમા નરકમાં જાને અભાવ છે અર્થાત આને આશય એ છે કે, “છી ૨ રૂ0િાગો મામધુ ચ સત્તની પુત્રવી” છઠી નરક સુધી સ્ત્રિયો જાય છે. તથા મચ્છ અને મનુષ્ય સાતમી નરક સુધી જાય છે. આથી સાતમા નરકમાં જવાના યોગ્ય કર્મ ઉપાર્જન કરવાની શકિત પુરૂષમાં જ છે. સ્ત્રિયોમાં નથી. આ પ્રમાણે જ્યારે સ્ત્રિોમાં અગમનના માટે પુરૂષ તુલ્ય સામર્થ્યને અભાવ છે તે ઉર્ધ્વગમનમાં પણ પુરૂષ તુલ્ય સામર્થ્યને અભાવ એનામાં છે એ વાત પણ અનુમિત થાય છે. આથી જ તેને પુરૂષોની અપેક્ષા હીન માનવામાં આવેલ છે.
આવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, એ કેઈ નિયમ નથી કે, જેનામાં અધોગતીમાં જવાનું સામર્થ્ય ન હોય, એનામાં ઉર્ધ્વગતિમાં પણ જવાનું સામર્થ્ય ન હોય. કહ્યું પણ છે –
" संमुच्छिम भुयगखग चउप्पय, सप्पित्थि जलचरेहितो। ___ सनरेहितो सत्तसु, कमोववज्जति नरएमु ॥१॥"
અથ–સંમૂર્છાિમ (૧) ભુજગે (૨) ખગ (૩) ચતુષ્પદ (4) સર્પ (૫) સ્ત્રી (૯) જળચર અને મનુષ્ય (૭) એમની અધોગતિ પ્રાપ્તિમાં એક સરખી શક્તિ નથી. છતાં પણ ઉર્ધ્વગતિ પ્રાપ્તિમાં એક સરખી શક્તિ છે, કહ્યું પણ છે–
सनितिरिक्खेहितो, सहस्सारंतिएम देवेसु । उप्पज्जति परेसु वि, सव्येसु वि माणुसेहितो ॥२॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૮૦