Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્ઞાનાદિકની પ્રાપ્તિ કેમ થાય છે તેને સૂત્રકાર બતાવે છે-“હે ” ઈત્યાદિ.
અન્વયાર્થ-તરસતા મોક્ષના ઉપાયભૂત તે સમ્યગજ્ઞાનાદિકની પ્રાપ્તિના હેતુભૂત રસમો-૨ મા આ માર્ગ છે. ગુરિયા દૂર વાઢનારસ વિવ
ખાણ-ગુરુવૃદ્ધસેવા દૂરના ગાઢકના વિવનયા ગુરૂજની સેવા કરવી તથા વૃદ્ધજનેની સેવા કરવી અને જે બાલ અજ્ઞાની તથા પાસસ્થાદિક છે એની સંગતિથી સદા દૂર રહેવું સજજ્ઞાચ અંત નિસેવા-સ્વાધ્યાયત્તનિવેવ શ નિયમથી સ્વાધ્યાય કરે અને તે સ્વાધ્યાયમાં સુરથ સંવિતા -સૂત્રાર્થ રદ્ધિત્તના સૂત્રાર્થને સારી રીતે વિચાર કરે ધીરૂંચ-સ્કૃતિ અને ધૈર્ય રાખવું.
ભાવાર્થ–યથાવસ્થિત શાસ્ત્રના અર્થને જે સમજાવે છે, તે ગુરૂ કહેવાય છે. અથવા ધર્મશાસ્ત્રના અર્થને જે બીજાઓને ઉપદેશ આપે છે તે ગુરૂ કહેવાય છે. અથવા જે દીક્ષા પ્રદાન કરે છે તે ગુરૂ કહેવાય છે, તથા સમ્યગ્રદર્શન, સમ્યગજ્ઞાન, અને સમ્યકુચારિત્રનું જે પાલન કરે છે તે, તથા જે દીક્ષા પર્યા. યમાં મોટા હોય છે, તે પણ ગુરૂ કહેવાય છે. જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, આ આચારોથી જે શ્રેષ્ઠ હોય છે તે વૃદ્ધ છે. એમની સાથે વિનયપૂર્વક રહેવું વહેવાર કર, વિયાવૃત કરવી, એ સઘળી ગુરૂ-વૃદ્ધ સેવા છે. તથા ગુરૂકુળમાં રહેવું એ વાત પણ સેવાથી નકકી થઈ જાય છે. કેમકે, ગુરૂકુળમાં નિવાસ કરવાથી જીવને સમ્યગ્ગદર્શન આદિકોની પ્રાપ્તિ સુલભ થાય છે. કહ્યું પણ છે
ગુરૂકુળમાં નિવાસ કરનાર પ્રાણી જ્ઞાન, દર્શન અને ચારિત્રને પાત્ર બની જાય છે. ધન્ય છે, એ જીવને કે જે, જીવનપર્યત ગુરૂકુળના વાસને છોડતા નથી. તથા પાસસ્થાદિકને સમાગમ આ માટે વર્જનીય બતાવેલ છે કે, તેની સંગતીથી ચાસ્ત્રિને ઘાત થાય છે.
બાલ સંસર્ગ છોડી દેવા છતાં પણ, જ્યાં સુધી સ્વાધ્યાય કરવામાં નથી આવતો. ત્યાં સુધી જીવને જ્ઞાનાદિકની પ્રાપ્તિ થતી નથી. આ કારણે સૂત્રકારે સ્વાધ્યાય કરવાનું કહેલ છે. સ્વાધ્યાય, વાચના પૃચ્છના, પરિવર્તન, અનપેક્ષા આ ધર્મકથાના ભેદથી પાંચ પ્રકારનાં છે. આનું એકાન્તતઃ નિયમિત સેવન કરવું એ સ્વાધ્યાય એકાન્ત નિવણ છે. સ્વાધ્યાય અનુપ્રેક્ષાને પ્રધાનરૂપથી બતાવવામાં આવેલ છે. આથી સૂત્રકારે સૂત્રાર્થનું ચિંતન કરવાનું કહે છે, કેમકે, ચિંતન વગરનું સૂત્ર વ્યર્થ થાય છે. ધર્યના અભાવમાં જ્ઞાનાદિકેની પ્રાપ્તિમાં કારણરૂપ બતાવવામાં આવેલ છે. તાત્પર્ય આનું ફકત એ છે કે, સમ્યગદર્શન આદિકેને લાભ એ જીવને ગુરૂ-વૃદ્ધ આદિની સેવા વગર મળી શકતું નથી. તે ૩
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૬ ૬