Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને પુદ્ગલેને ચલાવવામાં જે સહાયક હાય છે તે ધર્માસ્તિકાય છે. અહીં ધર્મ અસ્તિ અને કાય એવા ત્રણ શબ્દ છે. અસ્તિ શબ્દને અથ પ્રદેશ છે. અને એ પ્રદેશના જે સમૂહ છે તે અસ્તિકાય છે. ધર્મરૂપ જે અસ્તિકાય છે તે ધર્માસ્તિકાય છે. એના અસંખ્યાત પ્રદેશ છે. ત્રીજોભાગ, ચાથેાભાગ આદિ રૂપ એના પ્રદેશ કહેવાય છે. તથા એને નિરશ જે ભાગ હાય છે તે પ્રદેશ છે. આજ પ્રમાણે સ્થિતિ સ્વભાવવાળા જીવ અને પુગલેને રાકાવામાં જે સહાયતા આપે છે તે અધર્માસ્તિકાય છે. આ દ્રવ્ય પણ અસ ખ્યાત પ્રદેશાત્મક છે. અહી ગાથામાં “અધમ્મ” પદ છે. એનાથી અધર્માસ્તિકાયને મેષ થાય છે. કેમકે, પદ્મના એક દેશમાં પૂર્ણ પદ્મના વ્યવહાર થતા જોઈ શકાય છે. જે પ્રમાણે ધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશની વ્યાખ્યા કરવામાં આવેલ છે, એજ પ્રમાણે આના પશુ દેશ અને પ્રદેશની વ્યાખ્યા જાણુવી જોઈએ ગાથામાં “ આકાશ ” પદના જ પ્રયાગ થયેલ છે. એથી અહીં પણ
આ પદથી આકાશાસ્તિકાય સમજવું, આકાશમાં આ” “કા” એવા એ એ શબ્દ છે. આ” મર્યાદા અને અભિવિધિના વાચક થાય છે. જ્યારે આ” મર્યાદાના અને તા એના અથ એવા થાય કે, સમસ્ત પટ્ટાથ પાતે પેાતાના સ્વભાવના અપરિત્યાગથી જેનામાં પ્રતિભાસિત થાય છે તે, આકાશ છે. તથા “આ” જ્યારે અભિિિવધના થાય તા એના અર્થ એવા થાય કે, જે સ પદાર્થ માં વ્યાપકરૂપથી રહીને પ્રકાશિત થાય છે, તે આકાશરૂપ જે અસ્તિકાય છે તે આકાશાસ્તિકાય છે, એ પણ દેશ અને પ્રદેશની અપેક્ષા એત્રણ પ્રકારનાં જાણવાં જોઇએ. અર્થાત્ આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયદેશ અને આકાશાસ્તિકાયપ્રદેશ એ ત્રણ ભેદ છે. દેશ અને પ્રદેશની વ્યાખ્યા અગાઉની માફ્ક અહીં પણ સમજી લેવી જોઇએ. અબ્બા શબ્દના અર્થ કાળ છે. કાળરૂપ જે સમય છે તે અદ્ધા સમય છે અદ્ધા સમયના કોઇ વિભાગ હાતા નથી. આ કારણે એના દેશ અને પ્રદેશ થતા નથી. આવલિકા આદિકાની જે કલ્પના છે એ ફક્ત વહેવારના નિમિત્તે જ કલ્પવામાં આવેલ હાવાનું જાણવું જોઈએ. કેમકે આગલા સમય વીતી જવાથી જ ઉત્તર સમયના સદ્ભાવ થાય છે. આથી અધા સમય જે એક સમય માત્ર છે. તેમાં સમુદાય રૂપથી થઈ શકતી નથી. આ કારણે આલિકા આદિકાની કપના ફક્ત વહેવારના નિમિત્ત જ મહિપત કરવામાં આવેલ છે. એવુ જાણવુ જોઈ એ ॥ ૫ ॥ ૬ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૫૨