Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બહાર સાઠે (૬૦) હાથની અંદર અંદર કદાચ કાઈ ઇંડું' આવી પડયું હોય અને તે ઇંડુ પડીને ફૂટી ગયું હાય અને તેના કલલના બિંદુ એ સ્થળે ભૂમિમાં અહિં તહિં પડેલા હેાય તે એ વખતે ત્યાં સ્વાધ્યાય ન કરવા જોઈએ. જ્યારે તે સ્થળ સ્વચ્છ કરી નાખવામાં આવે ત્યારે જ સ્વાધ્યાય કરવા જોઇએ. તિર્યંચનાં હાડકાં, લેાહી, ચામડું, જે સ્થાન ઉપર પડેલ હાય તે સ્થાન જો વરસાદના પાણીથી સાફ થઈ ગયેલ હાય અથવા અગ્નિથી દુગ્ધ થઈ ગયેલ હાય તા ત્યાં સ્વાધ્યાય કરવામાં કોઈ વાંધા નથી.
જો કુતરો લેાહીથી ખરડાયેલ માંઠુ લઇને આવીને બેસે અથવા એજ અવસ્થામાં આવીને ત્યાં ઉલટી કરીઢે તા એવી સ્થિતિમાં ત્યાં સ્વાધ્યાય કરવાનું વર્જીત છે. આ રીતે મીંદડી આદિકાના વિષયમાં પણ સમજી લેવું જોઇએ. મનુષ્યના મૃત શરીરને લઈને અસ્વાધ્યાયના સમય આ પ્રમાણે છે આ પણ ચામડું, લેાહી, માંસ અને હાડકાના ભેદથી ચાર પ્રકારનાં છે. હાડકાને છાડીને ખાકી મનુષ્યના શરીરના એ ચામડુ, લેાહી અને માંસ ક્ષેત્રની અપેક્ષા ૧૦૦ સે। હાથની અંદર અંદર પડેલ હાય તા સ્વાધ્યાય કલ્પિત નથી. તથા કાળની અપેક્ષા જ્યાં સુધી–જેટલા સમય સુધી પડેલ રહે ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. જો કેઈ સ્ત્રીને સાત ઘરની અંદર અંદર કરી અવતરેલ હાયતે સાત દિવસ સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. આઠમા દિવસે સ્વાધ્યાય કરવામાં કોઇ વાંધા નથી. જો છેકરી અવતરે તા એના અવતરવાથી આઠે દિવસ સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. નવમા દિવસે સ્વાધ્યાય કરવા જોઈએ. મનુષ્યનાં હાડકાં જો સેા હાથની અંદર અંદરમાં પડેલ હેાય તે ખાર વરસ સુધી સ્વાધ્યાય કરવાના નિષેધ છે. જો તે સ્થાન અગ્નિથી માળી નાખવામાં આવેલ હાય અથવા પાણીના પ્રવાહથી ધાઈ નાખવામાં આવેલ હાયતા પછી સ્વાધ્યાય કરવામાં કાઈ માધા નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૯૨