________________
લેખનાદિક કાયિક વ્યાપાર અને બોલવારૂપ વાચિક વ્યાપાર વર્જીત છે. એ ધુમ્મસ અને સચિત્ત રજના સમયે મુનિ વગર કારણે કાયિકાદિ ચેષ્ટા ન કરતાં વસ આદિથી આવૃત્ત જ બેઠા રહે છે. અર્થાતુ-કાયિક આદિ વ્યાપાર કરતા નથી. એ સમયે કદાચ કઈ કાર્ય આવી પડે છે તો યતના પૂર્વક હાથના સંકેતથી અથવા આંગળી આદિના સંકેતથી કરી લે છે. ઉચ્ચાર, પ્ર વણ અથવા કેઈ ગ્લાન આદિનું કોઈ કાર્ય કરવાનું હોય તે એ સમયે તેઓ પિતાના શરીરને વસ્ત્રથી ઢાંકીને કરે છે.
આ પ્રથમ સંયમપઘાતિક અસ્વાધ્યાય થયું. ૧
ત્પાતિક જે બીજો અસ્વાધ્યાય કાળ છે આમાં ફક્ત સૂત્ર ભણાતાં નથી. બાકી સઘળી કાયિક અને વાચિક ક્રિયાઓ કરાય છે. એ કરવાને નિષેધ નથી. (૧) પાંશુવૃષ્ટિ, (૨) રૂધિરવૃષ્ટિ, (૩) કેશવૃષ્ટિ, (૪) શિલાવૃષ્ટિ, તથા રજઉઘાત, આ સઘળા ઉત્પાત છે. આ ઉત્પાત જે સમયે થાય તે
ત્પાતિક કાળ છે. આમાં સ્વાધ્યાય કરે વજીત છે. જે સમયે ધુમ્મસના આકાર જેવી સફેદ અચિત્ત રજની વૃષ્ટિ થઈ રહેલ હોય એ કાળમાં સૂત્રનું અધ્યયન વર્જીત છે. આજ પ્રમાણે માંસખંડ પણ આકાશમાંથી વરસે છે. આમાં પણ સ્વાધ્યાય વર્જીત છે. આ પ્રમાણે લેહિની વૃષ્ટિ થવાથી, કેશની વૃષ્ટિ થવાથી, શિલાની વૃષ્ટિ થવાથી, તથા ધૂળના ઉડવાથી, સ્વાધ્યાય કરવાનું વત છે. ધૂળથી જ્યારે દિશાઓ ઢંકાઈ જાય છે ત્યારે અંધકાર જેવું થઈ જાય છે આનું નામ રજઉઘાત છે
જ્યારે માંસ અથવા લોહિ આકાશમાંથી પડે ત્યારે એક અહોરાત્ર સધી સ્વાધ્યાય કરે વજીત છે. બાકી પાંશુવૃષ્ટિ આદિ ઉત્પાત કાળમાં જ્યાં સુધી એ ઉત્પાત થતા રહે ત્યાં સુધી સૂત્ર ન ભણવા જોઈએ.
| આ બીજી ઔત્પાતિક અસ્વાધ્યાય થયું પરા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
८८