Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચંદ્રની કળાની માફક પ્રતિક્ષણ વિલક્ષણ જ્ઞાનાદિકોને લાભ જ સમાય છે. આ સમાય જેનું પ્રજન છે તે સામાયિક છે, નિષ્કષાર્થ આને એ છે કે, સર્વ સાવધાને પરિત્યાગ કરે એ જ સામાયિક છે. આ સામાયિક ઈવર અને ચાવત્રુષિકના ભેદથી બે પ્રકારે છે. સામાયિકને પ્રથમ ભેદ ભરત અને એરવત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર અને ચરમ તીર્થકરના તીર્થ કાળમાં થાય છે. કેમકે. ત્યાં છે સ્થાનિય ચારિત્રને સભાવ હોવાથી “સામાયિક” આ પ્રકારનો વ્યપદેશ થતું નથી. યાવસ્કથિક જે સામાયિકને બીજે ભેદ છે તે બાકીના બાવીસ તીર્થકરોના તીર્થકાળમાં અને મહા વિદેહમાં છેદેપસ્થાપનાને અભાવ હોવાથી “સામાયિક) આ પ્રમાણેનો વ્યપદેશ સંપૂર્ણ જીવન સુધી પણ થાય છે. સાતિચાર સાધુની અથવા નિરતિચાર શિષ્યની, અથવા ગચ્છાતરમાં રહેવાવાળા શિષ્યની અથવા તીર્થોત્તર સંબંધી શિષ્યની, અથવા તીર્થો તરને સ્વીકાર કરવાવાળા શિષ્યની, પૂર્વ દીક્ષા પર્યાયને છેદીને પછી નવેસરથી મહાવ્રતોનું આરોપણ કરવું તેનું નામ છેદો પસ્થાપના ચારિત્ર છે. આ રીતે આ નિરતિચાર અને સાતિચાર દેપસ્થાપન ચારિત્ર છે તે વિશેષનું નામ પરિહાર છે. આ પરિવાર રૂપ તપસ્યા વિશેષ દ્વારા કર્મોની નિરારૂપ વિશદ્ધિ જે ચારિત્રમાં હોય છે તે પરિહાર વિશુધ્ધિક ચારિત્ર છે. તેનું સ્વરૂપ આ પ્રકારનું છે-નવ મુનિજન પિતાના ગચ્છથી નીકળીને જેમણે તીર્થકરના પાદમૂળમાં પહેલાં આ પરિવાર વિશુદધક ચારિત્રની આરાધના કરેલ હોય એવા સંયતની પાસે અથવા કેવળી પ્રભુની પાસે જઈને આ ચારિત્રરૂપ તપસ્યાનું અનુષ્ઠાન કરે છે. એની વિધિ આ પ્રમાણે છે–આ નવમાંથી ચાર તપસ્યા કરે છે, એક એમનામાં વાચક હોય છે તથા બીજા ચાર તેમની વયા વૃત્તિ કરે છે. ગ્રીષ્મકાળમાં જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ રૂપથી તેમની તપસ્યા ચતુર્થ, ષષ્ઠ, અને અષ્ટમ રૂપ હોય છે. શીત કાળમાં ષષ્ટ, અષ્ટમ, અને દશમરૂપ હોય છે. તથા વર્ષા કાળમાં અષ્ટમ, દશમ અને દ્વાદશ રૂપ હોય છે,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪