Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ ગ્રહણ થયેલ છે. મોવવરણ નિવાઈ નથિ-મોક્ષણ નિબં નારિત જ્યાં સધી સઘળા કર્મોને નાશ થતો નથી ત્યાં સુધી એ અમુકત જીવને સિદ્ધ ગતિનો લાભ થતું નથી.
આગલા સૂત્ર દ્વારા સૂત્રકારે મેક્ષના હેતુભૂત ચારિત્રને સમ્યકત્વના સભાવમાં જ સદ્દભાવ બતાવેલ છે. આજ સમ્યકત્વનું મહાભ્ય છે. તથા આ સત્ર દ્વારા સમ્યકત્વના અભાવમાં ઉત્તરોત્તર ગુણ હોતા નથી એ બતાવેલ છે.૩૦
સમ્યત્વ કે આઠ પ્રકાર કે આચાર કા વર્ણન
હવે સમ્યક્ત્વના આઠ આચારને સૂત્રકાર બતાવે છે-“નિíવિચ” ઈત્યાદિ.
અન્વયાર્થ––નિશંકિત, ૧ નિષ્કાંક્ષિત, ૨ નિર્વિચિકિત્સા, ૩ અમૂઢ દષ્ટી, ૪ ઉપબહા, ૫ સ્થિરીકરણ, ૬ વાત્સલ્ય, ૭ અને પ્રભાવના, ૮ આ આઠ આચાર છે. રિસંવિયં-નિરાપ્તિ જીનેન્દ્ર પ્રતિપાદિત તોમાં એકદેશ અથવા સર્વ દેશમાં શંકા ન કરવી શંકિત વૃત્તિ ન રાખવી. આનું નામ નિઃશંકિત છે ૧ નિવા-નાક્ષત જુદા જુદા દર્શનોની અભિલાષારૂપ આકાંક્ષાને ત્યાગ કરવો નિષ્કાંક્ષિત છે. ૨ નિશ્વિતિળિછા-નિર્વિવિજિલ્લા ફળની બાબતમાં શંકાશિત થવું. જેમ એ વિચારવું કે, શું આટલી ભારે તપસ્યા અને સંયમની આરાધના કરવારૂપ કાર્યનું ફળ મળશે કે નહીં? આ વિચિકિત્સા છે. આ પ્રમાણે વિચિકિત્સા ન કરવી એ નિર્વિચિકિત્સા છે. ૩ નમૂઢવિટીય-અમૂઢરષ્ટિ મોહ રહિત દષ્ટિનું નામ અમૂઢ દષ્ટિ છે. “કુતિથીક દર્શન બહુજને દ્વારા માન્ય છે. આ કારણે અમારું દર્શન નિંદ્ય છે' આનું નામ મૂઢદષ્ટિ છે. આ પ્રકારની દષ્ટિને અભાવ અર્થાત “અમારૂં દર્શન અનિંદ્ય છે આથી તે શ્રદ્ધા વાળું છે” આવી બુદ્ધિનું થયું તેનું નામ અમૂઢદષ્ટિ છે. ૪ આ પ્રમાણે નિશક્તિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અને અમૂઢદષ્ટિ, એ ચાર અન્તરંગ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪