Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ્રવ્ય એવી પ્રતીતિ થાય છે, કારણ કે, ગુણ અને દ્રવ્યને પરસ્પર તાદામ્ય સંબંધ માનવામાં આવેલ છે. આથી દ્રવ્ય અને રૂપાદિક ગુણના સદ્દભાવ સિદ્ધ થાય છે, પનવ તુ સ્ટર–પવા તુ ઢક્ષણમ્ પર્યાનું સ્વરૂપ દ્રવ્ય અને ગુણેના આશ્રયે રહેવું એ પર્યાનું સ્વરૂપ છે. એ પ્રમાણે પર્યાની સત્તા આ કથનથી સિદ્ધ થાય છે. આથી જે કોઈ એવું કહે કે, જે આદિ અને અંતમાં ઉપલબ્ધ નથી થતું તે મધ્યમાં પણ નથી. જેમ મરીચિકા આદિમાં પાણી પ્રથમ અને અંતમાં ઉપલબ્ધ થતું નથી. આથી ને એની મધ્યમાં પણ માની શકાતું નથી. આજ રીતે ધટાદિક પર્યાયરૂપ અવસ્થા કુશલ કપાલ આદિ અવસ્થાઓમાં ઉપલબ્ધ થતી નથી. આથી તે એની મધ્યમાં પણ માની શકાતું નથી. આજ રીતે ઘટાદિક પર્યાયરૂપ અવસ્થા કુલ કપાલ આદિ અવસ્થાઓમાં ઉપલબ્ધ થતી નથી. આથી તે એની મધ્યમાં પણ માનવામાં આવતી નથી. ઉપલબ્ધ ફકત એક મૃત્તિકા દ્રવ્ય જ થાય છે. આથી તે સત્ પર્યાયાની કલ્પના એ આકાશ કુસુમના સમાન અસત જ છે. છતાં પણ તેની ભ્રાંતિવશથી જ સત્યરૂપ પ્રતીતિ થાય છે. કહ્યું પણ છે–
ગાવજો જ યાતિ, નડ િ િન તત્વ તથા
वितर्थः सदृशा सन्तोऽवि, तथा इव लक्षिताः ॥१॥ આ પ્રમાણે પર્યાયની સત્તા ન માનવાવાળાને મત ભગવાનના ઉપર્યુક્ત કથનથી નિરાકૃત થયે.
દ્રવ્ય ભેદ કા વર્ણન
આદિ અને અંતમાં જેની સત્તા નથી રહેતી તેની સત્તા મધ્યમાં પણ રહેતી નથી.” આ પ્રમાણે કથન કરવાવાળાને અભિપ્રાય એ છે કે જેની કોઈ પણ સ્થળે અસત્તા રહે છે એની સર્વત્ર અસત્તા રહે છે. ” એમનું આ પ્રકારનું મંતવ્ય દેષયુક્ત છે. કેમકે, મૃદુ (માટિ) દ્રવ્યમાં જળ દ્રવ્યની સત્તા રહેતી નથી. આથી એની સર્વત્ર અસત્તા થઈ જાય. એજ પ્રમાણે જળ દ્રવ્યમાં મૃદુ (માટિ) દ્રવ્યની અસત્તા રહે છે. આથી એની પણ સર્વત્ર અસત્તા થઈ જવાની. આ પ્રમાણે એમના મતથી પર્યાયની માફક દ્રવ્યોની પણ સત્તા નહીં રહે. જો કે એમ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૫૦