________________
૩૨
रौति पुढवीसरीरं जावसारूविकडं संतं, अवरेवि य णं तेसिं रुक्खजोणियाणं अज्झारुहाणं सरीराणाणावन्ना जाव मक्खायं ॥ सू० ४७॥
હવે વૃક્ષના ઉપર ઉત્પન્ન થયેલાં વૃક્ષોનું કહે છે. આપણું તીર્થંકરએ કહેલું છે, કે કેટલાક વૃક્ષોનિયા થાય છે, એટલે જે ઝાડે પૃથ્વી ઉપર ઉગ્યાં હોય તે ઝાડામાં એક ભાગ તરીકે બીજાં ઝાડાં ઉગે છે ( જેમ પીપળે બીજા ઝાડ ઉપર ઉગે છે ) તે એક વનસ્પતિ મૂળથી આરંભ થયેલ છે, તે ઉપચય (વૃદ્ધિ કરનારા ) વૃક્ષયેનિયા કહેવાય છે, અથવા જે પૂર્વે મૂળ કંદ સ્કંધ શાખા પ્રશાખા વિગેરે કહયાં છે, તે પણ ઝાડ ઉપર ઉગેલાં જાણવાં, તે વૃક્ષાનિયા ઝાડેમાં કમેના ઉપાદાનને લીધે ઉપર વધે છે, તે અધ્યારૂહ વૃક્ષના ઉપર ઉગેલાં વૃક્ષે કહેવાય છે, અથવા ઝાડ ઉપર ઉગનારી વધનારી વેલડીઓ અથવા કામ વૃક્ષ નામનાં ઝાડ જાણવાં, અને તેને આશ્રયી બીજા વનસ્પતિ કાય છે તે વૃક્ષાનિયા ઝાડમાં ઉત્પન્ન થાય છે, અહીં પણ પૂર્વ માફક ચાર સૂત્રો સમજવાં, (૧) વૃક્ષનિયા ઝાડેમાં બીજાં ઝાડે થાય છે, (૨) તે ત્યાં ઉપન્ન થઈને પોતાના યોનિ ભૂત વનસ્પતિના શરીરને આહાર કરે છે (૩) તે આહાર કરેલા શરીરને અચિત તથા વિધ્વસ્ત કરી પોતાની કાર્ય રૂપે પરિણાવે છે, (૪) અને તેમાં રહે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org