________________
૧૯પ
તે દરેક મંતવ્યવાળા શ્રમણ નિર્ગથ વિગેરે, તથા બ્રાહ્મણે પોતપોતાના દર્શનની પ્રતિષ્ઠા બતાવવા પારકાના દર્શનની નિંદા કરતા રહે છે, તે પાછલા બે પદમાં બતાવે છે, કે સ્વકીય પક્ષમાં જે ક્રિયા બતાવી છે, તે કરે તે સ્વર્ગ તથા મોક્ષ મળે, અને પારકાની ક્રિયા કરે તે પુણ્ય વિગેરે ન થાય, એથી એ બધા દર્શનવાળા પરસ્પર એક બીજાનું ખંડન કરનારા છે, જેમાં તેમને બેલવાને હક છે, તેમ અમે પણ કહીએ છીએ કે જેવું તત્વ હોય તેવું કહીએ છીએ કે એકાંત માનવું તે યુક્તિવિકલ હોવાથી અમે નિંદીએ છીએ, કારણકે એકાંત માર્ગ ચગ્યતત્વ બતાવનાર થત નથી, આવી વ્યવસ્થા હોવાથી અમે અને તમાર્ગ બતાવતાં કોઈને નિદતા નથી, કે ભાઈ તું કોણ છે, તું કુટ છે, એવું અપ્રિયવચન કેઈને કહેતા નથી, અમે તે એમ બતાવીએ છીએ કે અમારું તત્વ આ છે, પરનું તત્વ આ છે, ખરું વસ્તુ સ્વરૂપ બતાવવાથી પરની નિંદા થતી નથી, તેમજ કહ્યું છે,
नैत्रै निरीक्ष्य बिलकण्टक कीट सर्पान् । सम्यक् पथा व्रजति तान् परिहत्य सर्वान् कुज्ञान कुश्रुति कुमार्ग कुदृष्टि दोषान् सम्यग विचारयत कोऽत्र परापवादः ॥१॥ નેત્ર વડે બિલ કાંટા કીડા સર્પ જોઈને તે બધાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org