________________
૧૦ ધર્મવાળા અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર અને નિર્લોભતાને પવિત્ર ધર્મ સ્વીકારી સંપ વધારે, અને પિતાને પવિત્ર ધર્મ દીપાવે –
જૈન દૃષ્ટિએ કૃષ્ણ પરમાત્મા"
(૧) તેમના પિતાનું વતન સૌરીપુર કે સૂર્ય પુર હતું જે આજે બટેશ્વર નામે જમના નદિને કિનારે પ્રખ્યાત છે, ત્યાં હાલ દિગંબરનું મોટું દેવાલય તથા ધર્મશાળા છે, અને નેમિનાથનું જન્મ કલ્યાણક ત્યાં થએલ હોવાથી તે તીર્થ સ્થળ છે અને તેમાં સ્વામિત્વ માટે વેતાંબર, દિગંબરે આગ્રાની સરકારી કેટેમાં લડી રહ્યા છે –
(૨) તેમના પિતાનું નામ વસુદેવ હતું, અને તેમને દસ ભાઈઓ હતા, જે દસ દશાર્ણ નામથી પ્રસિદ્ધ છે, તેમાં સૌથી મોટા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા, વસુદેવના અતિશય રૂપ અને બાળચેષ્ટાથી લેકને પીડા થતી જાણ તેમને એકાંત વાસમાં રહેવાની સૂચના કરતાં તેઓ રીસાઈને વેશ બદલીને વિદેશ નીકળી ગયા હતા, અને પોતાના ઉત્તમ ગુણોથી બીજા રાજાઓ વિગેરેની તેર હજાર કન્યાઓ પરણ્યા હતા. વસુદેવ પૂર્વભવમાં નંદિષેણ નામના બ્રાહ્મણ કદરૂપા હતા મામાએ પોતાની સાત પુત્રીમાંથી એકને પરણાવવાને દીલાસો આપે, કારણકે તેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org