Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 350
________________ ઓળંગી કંસને ખબર ન પડે તે પહેલાં નંદ નામના ગોવાબને ત્યાં પહોંચાડ હતું, ત્યાં ગોવાળીઆઓની સેબતમાં બાળક્રીડામાં દિવસ ગુજાર્યા, પરંતુ જ્યારે કંસની ઘણી ઉમત્તતા જોઈ, અને ઉગ્રસેનને બહુ દુ:ખ આપતો જોઈ, તેના ઉદ્ધાર માટે કંસને મારી ઉગ્રસેનને પાછી ગાદી અપાવી: કંસના મરણથી વિધવા થએલી છવયશ રાજગ્રહી નગરીમાં જરાસંધ પિતા પાસે ગઈ, અને પિતાએ તેને દિલાસો આપી તેનું વેર લેવા કૃષ્ણ ઉપર મોટી સેના પોતાના પુત્ર કાળ કુમાર સાથે મેકલી. સૌરીપુરમાં ખબર પડી કે મેટી સેના આવે છે ત્યારે મંત્રીઓની સલાહથી લડાઈમાં વિજય મળવાને વિલંબ દેખી ત્યાંથી વિદેશ નીકળી ગયા, અને તેમની સાથે ઉગ્રસેન વિગેરે મિત્ર રાજાઓ પણ નીકન્યા, પછવાડે આવેલા કાળકુમારને અધિષ્ઠાયક દેવીએ ઠગ્યા, અને અગ્નિ સળગાવી બતાવ્યું કે આ અગ્નિમાં તેઓ બળી મુવા છે, કાળ કુમાર પણ ક્રોધથી તેમને કાઢવા તેમાં પડા અને બળી મુ. ગિરનારની ઉત્તરમાં તેઓ પહેચા, સત્યભામાએ જોશીના કહેવા પ્રમાણે જ્યાં પુત્ર યુગલને જન્મ આપે ત્યાં તેઓએ દ્વારિકા નગરી દેવતાની સહાયથી વસાવી ત્યાં સુખેથી રાજ્ય કરે છે. એક કાંબળ વેચના કહેવાથી જરાસંધ તે જાણ્યું, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354